જલાલપોર તાલુકામાં નેશનલ હાઈવેની માર્જિનમાં આવતા દબાણોને હટાવવાની કામગીરી શરૂ
જલાલપોર તાલુકામાં નેશનલ હાઈવેની માર્જિનમાં આવતા દબાણોને હટાવવાની કામગીરી શરૂ
વેસ્મા-રણોદરા પટ્ટામાં દુકાનો, કેબિન અને કમ્પાઉન્ડ વોલ દૂર કરાઈ; અન્ય પાકા દબાણો આગામી 2થી 3 દિવસમાં હટાવાશે
નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ, 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.
જે અન્વયે નવસારી કલેક્ટર કચેરી દ્વારા ગત 4થી જૂનના રોજ જિલ્લા કક્ષાએ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને સાથે રાખી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નિયંત્રણ રેખા અંગે સ્થળ પર ચકાસણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાણી તેમની ટીમ સાથે જલાલપોર તાલુકાના વેસ્મા-રણોદરા પટ્ટા પર નેશનલ હાઈવેની માર્જિનમાં આવતા દબાણોને હટાવવા માટે પહોંચ્યા હતા. એનએચએઆઈના અધિકારીઓ દ્વારા ડિમોલેશન માટે માર્કિંગ કરી સંબંધિત લોકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
જલાલપોર મામલતદાર અને નવસારી ગ્રામ્ય પી.આઈ. દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવી અલગ-અલગ સ્થળોએ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન પતરાના શેડવાળી ચાર કાચી દુકાનો તોડી દૂર કરવામાં આવી હતી. હાઈવેની માર્જિનમાં આવતી એક કેબિનને રિલોકેટ કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સાથે જ એક ઈથેનોલ મેન્યુફેક્ચરિંગ યુનિટની કમ્પાઉન્ડ વોલ પણ દૂર કરવામાં આવી હતી.
આ ઉપરાંત જલાલપોર તાલુકાના રણોદરાથી સંદલપોર તરફના હાઈવેની માર્જિનમાં આવતા પાકા બાંધકામોના દબાણને માર્ક કરવામાં આવ્યા છે. આ દબાણોને આગામી 2થી 3 દિવસમાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નં. 6માં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો
શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા નવસારી : નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નંબર 6માં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સ્પર્ધાઓ તથા મટકીફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી શણગાર સ્પર્ધા તેમજ શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રશ્નોત્તરી…
વધુ વાંચોડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો
વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી…
વધુ વાંચોટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવ્યા
ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી નવસારી : ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવા ઇસ્યુ કરવામાં આવતા ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવતા ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક માછીમારો બોટમાં ઓનલાઈન ટોકનમાં નોંધ…
વધુ વાંચોનવસારીમાં વડાપ્રધાનના આગમનને પગલે જલાલપોર ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી
નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા સ્થળની તૈયારીઓની આર.સી. પટેલે સમીક્ષા કરી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી…
વધુ વાંચો




