જલાલપોરના આટ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જલાલપોરના આટ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં કુલ 57 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
નવસારી : જલાલપોર તાલુકાના આટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સેવા મેરા યોગદાન” અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ, આટ ગામના ઉપસરપંચ રમેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સક્સેના, મેડિકલ ઓફિસર ડૉ. આસ્તિકા પટેલ તથા ઇ.ચા. સુપરવાઈઝર ઈલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 57 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્ટાફના સભ્યો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ
નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…
વધુ વાંચોનવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત
બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…
વધુ વાંચોનવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…
વધુ વાંચોભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…
વધુ વાંચો




