જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત
નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે.
જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, સોસાયટી દ્વારા ડીસેમ્બર ૨૦૨૫ માં ઘરગથ્થુ કનેક્શન માટે નિયમ મુજબ અરજી કરવામાં આવી હતી. તેની જરૂરી તમામ પ્રારંભિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. જે અરજી ક્રિષ્ના કન્સ્ટ્રકશનના નામે રજીસ્ટર્ડ છે.
પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ગેસ પાઈપલાઈન નાંખવાનું અને કનેક્શન આપવાનું કામ પેન્ડીંગ છે. જેના કારણે સોસાયટીના રહીશોને ખુબ જ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં જ ડીજીવીસીએલ દ્વારા નવા રસ્તા પર પોતાની લાઈન આપવાની મંજુરી આપીને કામ પૂર્ણ કર્યું છે. ત્યારે ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા પાઈપલાઈન નાંખવામાં કયો ટેકનીકલ કે વહીવટી વાંધો આવી શકે છે તેવો સવાલ કર્યો હતો.
સોસાયટીમાં મોટાભાગના રહીશો અગાઉ ભાડાના મકાનમાં અથવા પોતાના અન્ય ઘરમાં રહેતા હોવાથી તેમની પાસે પોતાના નામે નવા એલપીજી સીલીન્ડર કનેક્શન ઉપલબ્ધ નથી. પીએનજી કનેક્શન મળી જશે તેવી આશાએ ઘણા રહીશોએ નવું એલપીજી કનેક્શન લીધું નથી. જેથી સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી છે.
સંબંધિત સમાચાર
ખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…
વધુ વાંચોઆદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને આવાસના વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા
હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ નવસારી જિલ્લાના ૬૦૫ આવાસો મંજૂર, હળપતિ પરિવારોને આવાસ નિર્માણ માટે ૧.૭૦ લાખની આર્થિક સહાય અપાઈ નવસારી : ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ ચીખલીના દિનકર ભવન ખાતે…
વધુ વાંચોનવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચો




