તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ

ખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ

South Republic DeskSunday, 04 October 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…

ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો

ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગ્રામસભાના એજન્ડા મુજબ બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ માટે જમીન સંપાદન અંગે ચર્ચા શરૂ થતાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોએ પોતાની જમીન સંપાદન અંગે વાંધા રજૂ કરી સરકાર સમક્ષ યોગ્ય વળતર સહિતના મુદ્દાઓ પર વિચાર કરવા માંગ કરી હતી. જમીન સંપાદન મુદ્દે લાંબી ચર્ચા અને ઉગ્ર રજૂઆતો થતાં ગ્રામસભામાં અન્ય મહત્વના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા માટે પૂરતો સમય મળી શક્યો નહોતો.

ગ્રામજનો દ્વારા અગાઉથી રજૂ કરવામાં આવેલા પ્રશ્નોમાં પીવાના પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, ગટર લાઈન અંગેનો વિવાદ, સ્ટ્રીટ લાઈટ તથા કચરા વ્યવસ્થાપન જેવા પ્રશ્નોનો સમાવેશ થતો હતો. પરંતુ બાયપાસના મુદ્દે ચર્ચા લાંબી ચાલતાં આ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા થઈ શકી ન હતી.

ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોમાં બે મત જોવા મળ્યા હતા. કેટલાક ખેડૂતો યોગ્ય વળતર મળે તો જમીન આપવા અંગે વિચારણા કરી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. સમગ્ર મામલે અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતો વધુ વિગતવાર સાંભળવા માટે ફરીથી બેઠક યોજવાની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં માત્ર જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતોને બોલાવી ચર્ચા કરવા ગ્રામ પંચાયતને જણાવાયું હતું.

ગ્રામસભાના એજન્ડા મુજબ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. ખેરગામ પોલીસ મથકના પી.આઈ. પીનલ ચૌધરીએ ગ્રામજનોને સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઓનલાઈન છેતરપિંડીથી બચવા અજાણી લિંક પર ક્લિક ન કરવા તેમજ ઓટીપી, બેંકિંગ વિગતો અને વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ

ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…

વધુ વાંચો
નવસારી 2 hr ago

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને આવાસના વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા

હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ નવસારી જિલ્લાના ૬૦૫ આવાસો મંજૂર, હળપતિ પરિવારોને આવાસ નિર્માણ માટે ૧.૭૦ લાખની આર્થિક સહાય અપાઈ નવસારી : ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ ચીખલીના દિનકર ભવન ખાતે…

વધુ વાંચો
નવસારી 2 days ago

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

વધુ વાંચો
નવસારી 2 days ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો