તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં 10 ખાનગી સિક્યુરીટી એજન્સી વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ

Cases filed against 10 private security agencies in Navsari

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
નવસારી જીલ્લામાં વગર લાયસન્સે ચાલતી તથા બિન તાલીમ પામેલા ગાર્ડ રાખતી 10 સિક્યુરીટી એજન્સીના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

નવસારી : સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘે નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને નવસારી જીલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નવસારી જીલ્લામાં આવેલી સિક્યુરીટી એજન્સીઓને ચેક કરી વગર લાયસન્સે સિક્યુરીટી એજન્સીઓ તેમજ બિન તાલીમ પામેલા સિક્યુરીટી ગાર્ડ તેમજ બાયોડેટા વેરીફીકેશન ન કરાવેલ સિક્યુરીટી ગાર્ડને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જે સુચના અનુસાર અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઈ. આર.એસ. પટેલે પી.એસ.આઈ. આર.જી. વસાવા અને એસ.ઓ.જી.ના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

જે ટીમો દ્વારા જીલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગની કામગીરી ધરી હતી. જીલ્લામાં આવેલી સિક્યુરીટી એજન્સીઓને ચેક કરી વગર લાયસન્સે સિક્યુરીટી એજન્સી, બિન તાલીમ પામેલા સિક્યુરીટી ગાર્ડ તેમજ બાયોડેટા વેરીફીકેશન ન કરાવેલા સિક્યુરીટી ગાર્ડની તપાસ કરતા નવસારી જીલ્લામાં 10 સિક્યુરીટી એજન્સીના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા છે.

જે એજન્સીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા

નિકિતા ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી

બેસ્ટ સિક્યોરીટી એજન્સી

નવસારી સિક્યોરીટી એન્ડ પર્સનલ સર્વિસ

ગુજરાત સિક્યુરીટી સર્વિસ પ્રાઈવેટ લી.

રોયલ સિક્યોરીટી સર્વિસ

લાયન્સ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લી.

સૃષ્ટિ સિક્યુરીટી સર્વિસીસ

ફોર્સ-1 સિક્યુરીટી સર્વિસીસ

રામદેવપીર સિક્યુરીટી સર્વિસીસ

ફોર્સ-11 સિક્યુરીટી સર્વિસીસ

ઉપરોક્ત તમામ સિક્યુરીટી એજન્સીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

નવસારી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરી છે કે, સોસાયટી, કારખાનાઓ વગેરે જગ્યાએ રાખવામાં આવતા સિક્યુરીટી ગાર્ડના બાયોડેટા વેરીફીકેશન કરાવી તેમજ માન્ય લાયસન્સ ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગાર્ડ રાખવા.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો