નવસારી શહેરને ખોળ અને વિજલપોરને કોણીએ ગોળ
Navsari city pampered while Vijalpore neglected
નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના વહીવટીથી વિજલપોરની પ્રજા દુઃખી
નવસારી શહેરના રસ્તાઓ ચમકતી સુવિધાવાળા અને વિજલપોરના રસ્તાઓ ખખડધજ
નવસારી : નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના વહીવટીથી વિજલપોરની પ્રજા દુઃખી થઇ રહી છે. નવસારી શહેરના રસ્તાઓ ચમકતી સુવિધાવાળા અને વિજલપોરના રસ્તાઓ ખખડધજ છે. જે ખખડધજ રસ્તાઓ નવા બનાવવાનું તો દુર સુધારવાની કામગીરી પણ પાલિકા કરી રહી નથી. ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓ વિજલપોરની સુખ-સુવિધાને બાજુએ મૂકી માત્ર નવસારી શહેરને જ વિકસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓના વહીવટથી નવસારીના શહેરીજનો વાકેફ જ હતા. હવે તો વિજલપોર વિસ્તારના રહીશો પણ વાકેફ થઇ ગયા છે. વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે સમયે વિજલપોર શહેરનો વિકાસ ધીમે-ધીમે ખરો પણ ચાલી રહ્યો હતો. પરંતુ સરકારે વિજલપોર નગરપાલિકાને નવસારીમાં ભેળવી નવસારી-વિજલપોર નગરપાલિકા બનાવી. અને હવે તો નવસારી મહાનગરપાલિકા બની ચુકી છે. જોકે વિજલપોર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સારી મળી રહે તે માટે શહેરના રહીશો પણ નવસારી મહાનગરપાલિકા બને તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવસારી મનપાના ઉચ્ચ અધિકારીઓ વિજલપોરમાં ધ્યાન ન આપી રહીશો સાથે અન્યાય કરી રહ્યા હોવાની ચર્ચા શહેરમાં ઘણી ચાલે છે.
નવસારી શહેરમાં જોઈએ તો ઘણા વિસ્તારોમાં ચોખ્ખા-સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટો, ડ્રેનેજની સુવિધા ઘણી સારી દેખાઈ રહી છે. પરંતુ વિજલપોર વિસ્તારમાં કમરનો દુખાવો વધી જાય તેવા રસ્તાઓ છે. ડ્રેનેજોના ઢાંકણા સીધા નથી. કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પણ ઠેકાણા નથી. આ સમસ્યાઓ સામે વિજલપોરના હજારો ઘરોમાં રહેતા રહીશો હાલ પણ ઝઝૂમી રહ્યા છે.
નવસારી અને વિજલપોર શહેરની સુખ-સુવિધા અને વ્યવસ્થા માટે એક જ કચેરી કામ કરી છે તે નવસારી મહાનગરપાલિકા છે. તે છતાં પણ વિજલપોરના ઘણા વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળે તે નવાઈની વાત છે.
નવસારીમાં કોઈ કાર્યક્રમ હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ રાજ્ય કક્ષાના અધિકારીઓ નવસારીમાંથી પસાર થતા હોય છે. ત્યારે તંત્ર નવસારીના સારા રસ્તાને વધુ સારા અને ચોખ્ખા કરે છે. જે કામ પાછળ પ્રજાના લાખ્ખો રૂપિયા ખર્ચાય છે. પરંતુ પાલિકાને વેરો ભરતી વિજલપોરના રહીશોને સુવિધા આપવામાં શા માટે પાલિકા વિલંબ કરે છે તે સવાલ ઉભો થાય છે.
જો કદાચ મોટા-મોટા મંત્રીઓ અને અધિકારીને વિજલપોર વિસ્તારમાંથી પસાર થતા હોત તો તંત્ર રાતોરાત રસ્તાઓ, ડીવાઈડર, સ્ટ્રીટ લાઈટની સુવિધા કરી દે એ તો પાક્કું જ છે.
વિજલપોરમાં રામનગરથી વિઠ્ઠલ મંદિર સુધીનો રસ્તો, શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો રસ્તો તેમજ શુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર તરફ જતો આર.સી.સી. રસ્તો બદથી બદતર હાલતમાં હોવાથી વિજલપોરના રહીશો દુઃખી થઇ રહ્યા છે.
આ સિવાય શુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર તરફ જતા આર.સી.સી. રસ્તોની વચ્ચે મનપા તંત્ર દ્વારા જે તે સમયે વરસાદી ગટર બનાવવામાં આવી હતી. હાલ તે વરસાદી ગટરની હાલત પણ દયનીય બની છે.
બીજી તરફ નવસારીમાં ચોખ્ખા રસ્તાઓ તો છે જ. રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલા ડીવાઈડરમાં પણ છોડવાઓ રોપવામાં આવ્યા છે. જેથી નવસારીના રસ્તાઓ સુંદર દેખાય છે. નવસારી મનપાના આ ભેદભાવને કરને વિજલપોરની પ્રજા હેરાન થઇ રહી છે.
વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ હજી પણ અધૂરું !
નવસારી : તત્કાલીન નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં બે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ઓવરબ્રિજ નવસારી રેલ્વે સ્ટેશનના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો અને બીજો ઓવરબ્રિજ વિજલપોર રેલ્વે ફાટક ઉપરથી પૂર્વ-પશ્ચિમ ભાગને જોડવા માટે બનાવવાનું કામ શરુ કરાયું હતું.
જોકે નવસારી ઓવરબ્રિજ બનીને તે શરુ થઈને પણ અંદાજે ૨ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ હજી પણ વિજલપોર ઓવરબ્રિજનું કામ અધુરી પરિસ્થિતિમાં જ છે. ત્યારે વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ પણ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે.
વિજલપોરની પ્રજા અવાજ ઉઠાવે તે જરૂરી
નવસારી : નવસારી શહેરમાં જે વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની સમસ્યા સહિતની સમસ્યાઓ હોય તો તે વિસ્તારના લોકો મોરચો માંડી પાલિકા કચેરીએ પહોચી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે છે.
પણ વિજલપોર વિસ્તારના રહીશો ભેગા થઇ પાલિકામાં ફરિયાદ કરવા જતા નથી. જેના કારણે પણ કદાચ પાલિકા વિજલપોરમાં ઘણા સમય સુધી કામ કરતી નથી.
ત્યારે વિજલપોરની પ્રજા પણ તેમને પડતી મુશ્કેલી માટે અવાજ ઉઠાવે અને પાલિકામાં જઈ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરે તે જરૂરી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોઆહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો
મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચો




