નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
Assessment camp for divyangjan and elderly held at Navsari Town Hall
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલએ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા આયોજિત એસેસમેન્ટ કેમ્પની મુલાકાત લીધી
કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મંત્રીને કેમ્પની રૂપરેખા અને ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી
નવસારી : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), ભારત સરકારના ઉપક્રમે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આજ રોજ નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પની આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મંત્રીને કેમ્પની સમગ્ર રૂપરેખા, લાભાર્થીઓના રજીસ્ટ્રેશન તથા એસેસમેન્ટની પ્રક્રિયા અને ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પ અંતર્ગત એડીપ યોજના હેઠળ દિવ્યાંગજનોને તથા રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના (રાષ્ટ્રીય વયોશ્રી યોજના) હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
કેમ્પમાં દિવ્યાંગજનો માટે દિવ્યાંગ પ્રમાણપત્ર/યૂડીઆઈડી કાર્ડ, વાર્ષિક આવકના આવકનો દાખલો, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો તથા મોબાઇલ નંબર સહિતના જરૂરી દસ્તાવેજોના આધારે કામગીરી કરવામાં આવી રહી છે.
મંત્રી સી.આર.પાટીલની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ મળી રહે તેમજ કેમ્પની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને કેમ્પનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગ કાર્ડ/પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.
આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિ એમ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરો જે.યુ. વસાવા તથા ગૌરાંગ વસાણી તેમજ સંબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




