નવસારી મહાનગરપાલિકા આઉટસોર્સ કર્મચારીઓની રજૂઆત બાદ એજન્સીઓ દ્વારા બાકી પગાર ચૂકવાયા
Navsari Municipal Corporation outsourced staff receive pending salaries after mayor intervenes
નવસારી : નવસારી મહાનગરપાલિકાના આઉટસોર્સ કર્મચારીઓએ પગાર ન મળ્યો હોવાની રાવ મનપાના મેયરને કરી હતી. જેથી મેયરે એજન્સીઓને સૂચના આપતા જ તમામ આઉટસોર્સ કર્મચારીઓને બાકી રહેલો પગાર ચુકવવામાં આવતા આઉટસોર્સ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
નવસારી મહાનગરપાલિકાના માઈનોર ડ્રેનેજ, વોટર વર્ક્સ, ગાર્ડન, દબાણ હટાવ અને પીઆરઓ બ્રાંચમાં આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓ દ્વારા તેમના બાકી પગાર અંગે મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
કર્મચારીઓએ શ્રાવણ માસ અને રક્ષાબંધન જેવા તહેવારોના સમયમાં પગાર સમયસર ન મળવાને કારણે પડતી આર્થિક મુશ્કેલીઓ અંગે મેયરને માહિતગાર કર્યા હતા.
કર્મચારીઓની આ રજૂઆત મળતા જ મેયર દ્વારા તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગોના ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓને આ બાબતે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ કારોબારી સમિતિના ચેરમેન મુકેશભાઈની ઉપસ્થિતિમાં આ સમગ્ર મામલાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ વહીવટી તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલીક આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા સમયસર બિલ રજૂ કરવામાં આવ્યા ન હોવાથી પગાર ચૂકવવામાં વિલંબ થયો હતો.
જોકે તપાસના તારણો બાદ મેયરે સંબંધિત આઉટસોર્સિંગ એજન્સીઓને કડક સૂચના આપી હતી કે એજન્સીઓએ સમયસર બિલ મૂકવા જોઈએ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના શ્રમિકોને નિયત સમયમાં પગાર ચૂકવવાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
સાથે જ શ્રમિકોનો જે પણ બાકી પગાર છે, તે તાત્કાલિક અસરથી આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવે તેવો એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ભવિષ્યમાં શ્રમિકોને આવી કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે મેયર દ્વારા એક કાયમી વ્યવસ્થા ઊભી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
જે અંતર્ગત, કોર્પોરેશન કે એજન્સી મારફતે કામ કરતા તમામ કર્મચારીઓ અને શ્રમિકોને દર મહિનાની 10 તારીખ સુધીમાં ફરજિયાતપણે નિયમિત પગાર મળી જાય તે સુનિશ્ચિત કરવા કારોબારી ચેરમેનોને અમલવારી કરાવવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે.
મેયર સમક્ષ થયેલી રજૂઆત, ત્યારબાદ કરવામાં આવેલી તપાસ અને એજન્સીઓને આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓને પગલે આજે સંબંધિત એજન્સીઓ દ્વારા તમામ આઉટસોર્સ કર્મચારીઓના બાકી રહેલા પગાર ચૂકવી દેવામાં આવ્યા છે.
તહેવારોના સમયમાં વહીવટી તંત્રની આ સક્રિય અને હકારાત્મક કાર્યવાહીથી શ્રમિકોને સમયસર પોતાનો પગાર મળી જતાં તેઓને મોટી રાહત મળી છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




