વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
પ્રમુખ પદે નરેશ પુરોહિત તેમજ મહામંત્રી પદે ભાવેશ પાટીલ અને લહુભાઈ કદમની વરણી કરાઈ
નવસારી : જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના માર્ગદર્શન હેઠળ વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી ગણેશોત્સવ આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે ઉજવવા માટે સંગઠન દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ દ્વારા વિજલપોરના સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના પ્રમુખ પદે નવસારી મનપાના શાસક પક્ષના નેતા નરેશભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી હતી. જ્યારે ભાવેશ ઉત્તમભાઈ પાટીલ અને લહુભાઈ કદમની મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે.
વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી વિજલપોર વિસ્તારમાં ગણેશ ઉત્સવ સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ગણેશ સંગઠન કાર્યરત રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આ તમામ મંડળો વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ ઉત્સવ દરમિયાન આયોજન અને વ્યવસ્થા વધુ સારી રીતે થઈ શકે તે માટે સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.
નવા હોદ્દેદારોની વરણી બાદ ગણેશ મંડળો, આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ગણેશોત્સવને લઈને વિવિધ મંડળો સાથે બેઠકો યોજી આયોજન કરવામાં આવશે.
ગણેશજીની સ્થાપના, ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન જરૂરી વ્યવસ્થા અને સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
સાથે જ નવા વરાયેલા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક બદલ વિજલપોરના અગ્રણીઓ, ગણેશ મંડળોના પ્રતિનિધિઓ, કાર્યકરો તથા ગણેશ ભક્તો દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સંગઠનના નવા હોદ્દેદારો આગામી ગણેશોત્સવમાં તમામ મંડળોને સાથે રાખી ઉત્સવને ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવાની દિશામાં કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




