તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

મોંઘવારીથી બચાવવા અને નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવા માંગ

નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કરી કલેકટર અને એસ.પી. આવેદનપત્ર પાઠવ્યું

South Republic DeskSunday, 30 August 2026 2 મિનિટ વાંચન · 45 days ago 0
નવસારી શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોંઘવારી અને નશાયુક્ત પદાર્થોના ગેરકાયદેસર વેચાણના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું.

નવસારી : ખાંડ, પેટ્રોલ-ડીઝલ સહીત શાકભાજીના વધતા ભાવો સામે તેમજ નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવાની માંગ કરી નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટર અને એસ.પી. ને અલગ-અલગ આવેદનપત્ર પાઠવ્યું છે.

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર વધતા ભાવો અને નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવાની માંગ સાથે આજે નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ લુન્સીકુઈ ખાતે વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટર અને એસ.પી. ને અલગ-અલગ આવેદનપત્ર પાઠવ્યા છે.

કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં શું જણાવાયું

કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના દીકરાઓની ફેકટરીમાં ઇથેનોલ બનાવવા માટે બજારમાંથી પુષ્કળ પ્રમાણમાં શેરડીનો ઉપયોગ થઇ રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. જેથી ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે. જેને કરને પુરવઠો ઘટતા સ્થાનિક બજારોમાં ગોળ અને ખાંડના ભાવમાં કમરતોડ વધારો થયો છે. જેનો ભોગ મધ્યમ ગરીબ અને સામાન્ય લોકો બની રહ્યા છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, ગરીબની કસ્તુરી સમાન કાંદા, દૂધ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઇ છે. તેમજ મોંઘવારીમાં પીડાતા લોકોને રોજગારી પણ મળતી નથી. જેથી તમામ મુદ્દે નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર વહેલી તકે રાજીનામું આપે તેવી માંગ કોંગ્રેસ સમિતિએ કરી છે.

એસ.પી.ને પાઠવેલા આવેદનપત્રમાં શું જણાવાયું

એસ.પી. ને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં હાલના સમયમાં નવસારી પંથકની અંદર બેફામ અને ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ તેમજ નશીલા પદાર્થોનું વેચાણ થઇ રહ્યું છે.

આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે, હાલમાં જ ભાવનગર ખાતે બનેલો લઠ્ઠાકાંડ તાજો અને અત્યંત ગંભીર દાખલો છે. આવી કોઈ ગંભીર અને જીવલેણ ઘટનાનું પુનરાવર્તન નવસારીમાં ન થાય તેની કાળજી અત્યંત જરૂરી છે.

કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, અફીણ અને અન્ય નાર્કોટીક્સ જેવા જીવલેણ નશાના રવાડે ચડીને નવસારીની યુવા પેઢી બરબાદીના પંથે જઈ રહી છે. જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. જેથી નવસારીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા અસામાજિક તત્વો સામે અગમચેતીના તમામ પગલા લઈ નવસારીને નશામુક્ત બનાવવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 7 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 7 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો