તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ફોટા અને ખોટા નિવેદન સાથેની પોસ્ટ સોશ્યલ મીડિયામાં મુકનાર ઝડપાયો

Man held for social media post with fake statement and photo of Deputy CM

South Republic BureauSunday, 30 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
નવસારી : રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ફોટા અને ખોટા નિવેદન સાથેની પોસ્ટ સોશ્યલ મીડિયા ઈનસ્ટાગ્રામ પર મુકતા નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈનસ્ટાગ્રામ આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

નવસારી : રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ફોટા અને ખોટા નિવેદન સાથેની પોસ્ટ સોશ્યલ મીડિયા ઈનસ્ટાગ્રામ પર મુકતા નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈનસ્ટાગ્રામ આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જે પોસ્ટ મુકનાર આરોપીને નવસારી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈનસ્ટાગ્રામ આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી

નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડિયા મોનીટરીંગ દરમિયાન ઈનસ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર "katha_vistar" નામની ઈનસ્ટાગ્રામ આઈડી પરથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ફોટાનો ઉપયોગ કરી, તેમના દ્વારા નિવેદન આપવામાં આવેલ હોય તેવો ખોટો અર્થ ઉપજાવે તેવી ખોટી અને બનાવતી ઈલેક્ટ્રોનિક પોસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ પોસ્ટમાં દારૂના ગેરકાયદેસર વેચાણ તથા સરપંચ, કોર્પોરેટર, એમએલએ અંગેના બનાવતી લખાણનો ઉપયોગ કરી નાયબ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાની પહોંચે તે રીતે ખોટા ઈલેક્ટ્રોનિક લખાણ લખેલ પોસ્ટને સોશ્યલ મીડિયા ઉપર ન્યુઝના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જેથી નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈનસ્ટાગ્રામ આઈડી ધારક/ઉપયોગકર્તા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ બાબતે નવસારી સાઈબર ક્રાઈમ પોલીસ તેમજ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. દરમિયાન નવસારી એલ.સી.બી. પોલીસે ટેકનીકલ તથા વૈજ્ઞાનિક પુરાવાના આધારે ઈનસ્ટાગ્રામ આઈ.ડી. "katha_vistar" ના ધારક તથા ઉપયોગકર્તા અને ગણદેવી ખાપરવાડા વણગામ મહાદેવ ફળીયામાં રહેતા હાર્દિક રામજીભાઈ પટેલ હોવાનું જણાતા પોલીસે હાર્દિકને ઝડપી પાડયો હતો. પોલીસે હાર્દિકની પૂછપરછ કરતા તેણે હાલની સોશ્યલ મીડિયા ટ્રેન્ડમાં લોકોનું ધ્યાન આકર્ષવા, સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અને પ્રસિદ્ધી મેળવવાના હેતુથી આ પ્રકાશની પોસ્ટ કરી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે આગળની કાર્યવાહી માટે આરોપી હાર્દિકને નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

નવસારી 7 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 7 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો