તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી

નવસારીમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
ઈદે મિલાદ-ઉન-નબી નિમિત્તે નવસારી શહેરમાં ભવ્ય જુલૂસ યોજાયા, જેમાં હજારો લોકો જોડાયા અને અમન-શાંતિ, ભાઈચારો તથા કોમી એકતા માટે વિશેષ દુઆ કરવામાં આવી.

નવસારી: હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદ-ઉન-નબીની સમગ્ર નવસારી શહેરમાં ભારે અકીદત, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માનવતા, શાંતિ, દયા અને સદ્ભાવનાનો સંદેશ આપતા આ પાવન પર્વ નિમિત્તે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.

દારૂલ ઉલૂમ અન્વારે રઝા સંસ્થા દ્વારા પરંપરાગત રીતે ઐતિહાસિક મોટી દરગાહ મસ્જિદથી દારૂલ ઉલૂમ અન્વારે રઝા મદ્રેસા સુધી એક શાનદાર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઘેલખડીથી રિંગરોડ સુધી પણ વિશાળ જુલૂસનું આયોજન થયું હતું. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો ઉમંગભેર જોડાયા હતા. સમગ્ર માર્ગો નાત-એ-પાકની ગુંજથી ગૂંજી ઊઠ્યા હતા.

જુલૂસનું સમાપન દારૂલ ઉલૂમ અન્વારે રઝા સંચાલિત રોયલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે થયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવોનું ઉત્સાહભેર ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે પયગંબર સાહેબના આદર્શો અને જીવનમૂલ્યો પર ચાલવાનો સંકલ્પ લઈ દેશમાં અમન-શાંતિ, પરસ્પર ભાઈચારો અને કોમી એકતા કાયમ રહે તે માટે સામૂહિક વિશેષ દુઆ માંગવામાં આવી હતી. આ ઉત્સવને પગલે સમગ્ર શહેરનું વાતાવરણ પવિત્ર અને ઉત્સાહમય બની ગયું હતું.

ફોટો ગેલેરી

કાર્યક્રમમાં પોલીસ અધિકારીનું પુષ્પહારથી સ્વાગત અને સન્માન

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો