નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ
Food safety department inspects hotels, restaurants and sweet shops in Navsari
નવસારી : નવસારી જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ/રેસ્ટોરન્ટ તેમજ રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને મીઠાઈ અને માવાની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
31 ખાદ્ય સંસ્થાઓની તપાસ | 57 ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ | ₹14,618નો 57.5 કિગ્રા જથ્થો નાશ
આ કામગીરી અંતર્ગત ખારેલ અને નોગામા વિસ્તારમાં કુલ 21 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે ₹7,498નો કુલ 46.5 કિગ્રા અયોગ્ય/અસુરક્ષિત ખાદ્ય જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. તેમજ કુલ 30 ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 20 હોટેલ/રેસ્ટોરન્ટ તથા 10 કરિયાણા સ્ટોરનો સમાવેશ થાય છે.
તે જ રીતે ચીખલીના રાનકુવા વિસ્તારમાં કુલ 10 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે ₹7,120નો 11 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 32 ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 11 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફૂડ સેફટી ઓન વ્હીલ દ્વારા સ્થળ પર જ ખાદ્ય પદાર્થોનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તાત્કાલિક ચકાસણી કરી શકાય.
વિવિધ વિસ્તારોમાં કરેલી તપાસની કામગીરી દરમિયાન કુલ 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ, 57 ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ તથા અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા તહેવાર દરમિયાન તેમજ આગામી દિવસોમાં પણ તપાસ, સેમ્પલિંગ અને સ્થળ પર ટેસ્ટિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તથા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




