ટેકનો પ્લસ એપના લાઈવ ફોટો સેલ્ફીના નિયમ સામે નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીનો વિરોધ
ઓનલાઈન કામગીરી માટે નવા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ભથ્થું આપવા માંગ
નવસારી : નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓએ ટેકનો પ્લસ એપના લાઈવ ફોટો સેલ્ફીના નિયમનો વિરોધ કરી ઓનલાઈન કામગીરી માટે નવા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ભથ્થું આપવાની માંગ કરી છે.
સરકાર દ્વારા આરોગ્યલક્ષી સર્વે અને કામગીરી માટે ટેકનો પ્લસ એપ ઉપયોગમાં લેવાય છે. જેમાં આરોગ્ય કર્મચારીઓને લાભાર્થીઓ અને દર્દીઓ સાથેના લાઈવ ફોટોગ્રાફ-સેલ્ફી અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ બાબતે આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા મુજબ, ફિલ્ડ પર કામગીરી દરમિયાન ટેકનો પ્લસ એપના ઉપયોગને લીધે કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. જેથી રાજ્યના ૩૪ જિલ્લાઓમાં વહીવટી તંત્ર અને ગાંધીનગર ખાતે મંત્રીઓને રજૂઆત કરી હતી.
આરોગ્ય કર્મચારીઓ તેમના અંગત સ્માર્ટફોનમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરકારી કામગીરી કરવાની ફરજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ પોતાની અંગત માહિતી અને ડેટા લીક થવાનો ભય પણ છે.
વર્ષ 2017 માં સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલ હવે ઉપયોગમાં લેવાની સ્થિતિમાં નથી. જેથી ઓનલાઈન કામગીરી માટે નવા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ભથ્થું આપવાની માંગ કરી હતી.
વધુમાં આરોગ્ય કર્મચારીઓએ ત્રણેક મહિના પહેલા વહીવટી કારણો દર્શાવીને 243 આરોગ્ય કર્મીઓ અને 34 ફાર્માસિસ્ટની સામુહિક બદલી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ડીડીઓ સમક્ષ ઉઠાવ્યો હતો.
જે બાબતે કર્મચારી મંડળ અને ડીડીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બદલીઓના ઓર્ડર રીવાઈઝ કરી કર્મચારીઓને મૂળ સ્થાને મુકવા અંગે વહીવટી તંત્ર તરફથી હકારાત્મક ખાતરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




