તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ વિઝિટ

નવસારીમાં જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ વિઝિટ

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
જેસીઆઈ નવસારી દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેએફએસ કૌશિક આર.ની ઓફિશિયલ વિઝિટનું આયોજન કરાયું, જેમાં વિવિધ ચેપ્ટર્સના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા.

નવસારી: જેસીઆઈ નવસારી દ્વારા કાલિયાવાડી ખાતે આવેલી અનાવિલ સમાજ ટ્રસ્ટ વાડીમાં જેસીઆઈ ઇન્ડિયાના 2026 નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ (એરિયા-બી) જેએફએસ કૌશિક આર. ની સેકન્ડ હાફ ઓફિશિયલ વિઝિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ચેપ્ટર્સ વચ્ચે નેતૃત્વ વિકાસ, સહકાર અને ફેલોશિપને વધુ સુદ્રઢ બનાવવાનો હતો.

આ પ્રસંગે જેએફએસ કૌશિક આર. સભ્યો સાથે સંવાદ સાધી આગામી સમયમાં વધુ અસરકારક સામાજિક અને સંસ્થાકીય પ્રવૃત્તિઓ કરવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ કાર્યક્રમમાં ઝોન પ્રેસિડેન્ટ જેએફએસ લલિત બલદાણિયા, ઝેડવીપી જેસી સેન. યોગેશ્વરી રાઠોડ અને ઝેડડી ટ્રેનિંગ જેએફએમ મીત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવસારી, વલસાડ, બીલીમોરા પ્રાઇમ, ચીખલી, વાંસદા રોયલ અને વાપી ચેપ્ટર્સના પ્રમુખો હિતેશ પવાર, હૃજુતા પારેખ, હેતલ પાનારા, સેન રાની પટેલ, વિજય પટેલ અને પિંકી મહાકુડ સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સમગ્ર આયોજન નવસારી જેસીઆઈના પ્રમુખ જેએફએમ હિતેશ પવારના નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં ભવિષ્યમાં સંયુક્ત સેવાકીય પ્રોજેક્ટ્સ હાથ ધરવાનો સંકલ્પ લેવાયો હતો.

ફોટો ગેલેરી

કાર્યક્રમમાં ઉપસ્થિત જેસીઆઈના હોદ્દેદારો અને સભ્યો
વિવિધ ચેપ્ટર્સના પ્રમુખો અને સભ્યોનો સમૂહ ફોટો

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો