નવસારી ખેડૂત મંડળીની 74મી સભામાં ખેડૂત હિતના નિર્ણયો
નવસારી ખેડૂત મંડળીની 74મી સભામાં ખેડૂત હિતના નિર્ણયો
નવસારી : શ્રી નવસારી ખેડૂત સહકારી સોસાયટી લિ.ની 74મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ મહેશભાઈ બાબુભાઈ પટેલ (લીમધા)ના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી.
જેમાં તેમણે સ્પષ્ટ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ માત્ર આર્થિક મૉડલ પૂરતી મર્યાદિત નથી પરંતુ સુદૃઢ સામાજિક અને સાંસ્કૃતિક શ્રદ્ધાનું પ્રતીક છે.
સંસ્થા 74 વર્ષની ગૌરવપૂર્ણ મજલ પૂરી કરી 75મા અમૃત વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે 75 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વરિષ્ઠ સભાસદોનું શાલ તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
સભા દરમિયાન પ્રમુખ મહેશભાઈએ વર્તમાન સહકારી માળખું અને ખેડૂતોને સ્પર્શતી પાયાની સમસ્યાઓ અંગે ગહન સમીક્ષા કરી હતી. તેમજ વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને ઉપસ્થિત સભાસદોએ એક અવાજે સર્વાનુમતે મંજૂરી આપી હતી.
સંસ્થાના 75મા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર કાર્યક્ષેત્રના ગામોમાં ટૂંક સમયમાં નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ જેવા જનહિતલક્ષી સેવાકીય આયોજનો કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી.
આ પ્રસંગે ઉપપ્રમુખ જશુભાઈ નાયકે મંડળીની પ્રગતિશીલ કામગીરીને બિરદાવી રચનાત્મક સૂચનો કર્યા હતા.
જ્યારે સમગ્ર સાધારણ સભાનું સુચારુ સંચાલન સંસ્થાના મેનેજર પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




