નવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Navsari Municipal Corporation standing committee approves 49 development works
જિલ્લા પંચાયત હસ્તકની કુલ 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો
49 વિકાસલક્ષી અને વહીવટી કામોને મંજૂરી | 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ મહાનગરપાલિકાને
નવસારી : નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે આવેલા કોન્ફરન્સ રૂમમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવસારી શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે રજૂ કરાયેલા તમામ 49 જેટલા વિકાસલક્ષી અને વહીવટી કામોને કોઈપણ જાતના વિરોધ વિના સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. મુકેશભાઈ અગ્રવાલના અધ્યક્ષતાના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ ત્વરિત અને હકારાત્મક નિર્ણયો નવસારી શહેરને પ્રગતિના નવા શિખરો પર લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ બેઠકમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત વિકાસને લગતા અત્યંત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે.
આજની બેઠકમાં શિક્ષણ અને સ્વચ્છતા ક્ષેત્રે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની કુલ 17 પ્રાથમિક શાળાઓનો સંપૂર્ણ વહીવટ હવેથી મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની શાળામાં નવા શિક્ષકોની ભરતી કરવા અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તથા કંપાસ વિતરણ કરવાની મંજૂરી અપાઈ છે. “સ્વચ્છ અને સુંદર શહેર યોજના” અંતર્ગત નવસારીમાં નવો “વેસ્ટ ટુ વન્ડર પાર્ક” બનાવવાની સાથે, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા બાગ-બગીચાઓની સાફ-સફાઈ કરાવવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ભળેલ આંગણવાડીઓ પણ હવે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત થશે, જે શિક્ષણ અને બાળ વિકાસને નવી દિશા આપશે.
શહેરના માળખાગત વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્થાયી સમિતિએ વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી છે. ગુરુકૃપા સોસાયટી સહિતના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા, લુન્સીકુઈ વોટર વર્ક્સ ખાતે અંડરગ્રાઉન્ડ સમ્પ અને પંપ હાઉસ બનાવવા તેમજ દુધિયા તળાવ ખાતે ઈલેક્ટ્રિક પેનલ રૂમની કામગીરીને બહાલી અપાઈ છે. ચોમાસા દરમિયાન નુકસાન પામેલા રસ્તાઓના ત્વરિત સમારકામ માટે કોલ્ડ મિક્સ મટીરીયલ અને પોથોલ રિપેરિંગ મશીનનો ઉપયોગ કરવા તથા નવા સી.સી. રસ્તા બનાવવાના કામો મંજૂર કરાયા છે. એરૂ અને વિજલપોર સિવિક સેન્ટરના રિનોવેશન, તથા રોડ, બ્રિજ અને ગ્રીન સ્પેસ પ્રોજેક્ટ્સ માટે કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક થકી શહેરના આયોજનબદ્ધ વિકાસનો માર્ગ મોકળો કરાયો છે.
વહીવટી પારદર્શિતાના ભાગરૂપે આ બેઠકમાં “નાગરિકલક્ષી યોજના કેમ્પ” ના આયોજનને વિશેષ મંજૂરી આપવામાં આવી છે. જેથી છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની શાળાઓના બાળકોને ચોકલેટ વિતરણનો ખર્ચ મંજૂર કરાયો છે. અગત્યનો નિર્ણય શહેરની સ્વચ્છતા માટે શ્રમદાન કરતા સફાઈ કર્મચારીઓનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજવા બાબતે લેવાયો છે. સિનિયર સિટીઝન માટેની સેવાઓ, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ માટે ઓફિસની વ્યવસ્થા, અને 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિ પણ આજની બેઠકમાં મંજૂર કરાઈ છે.
આજની આ સ્થાયી સમિતિની બેઠક નવસારી મહાનગરપાલિકાની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અધ્યક્ષ મુકેશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મંજૂર થયેલા આ 49 કામો આગામી સમયમાં નવસારી શહેરની કાયાપલટ કરી નવસારીને એક સ્માર્ટ, સ્વચ્છ અને હરિયાળું મહાનગર બનાવવા માટે છે. સમયબદ્ધ આયોજન થકી મંજૂર કરાયેલા તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. નવસારીની જનતાને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે મહાનગરપાલિકા સદૈવ તત્પર છે અને આજની બેઠકમાં લેવાયેલા નિર્ણયો એ દિશામાં એક મજબૂત અને નિર્ણાયક કદમ છે. જેનો લાભ નાગરિકોને મળશે.
સ્થાયી સમિતિના મહત્વના નિર્ણયો
49 વિકાસલક્ષી અને વહીવટી કામોને સર્વાનુમતે બહાલી
જિલ્લા પંચાયતની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ મહાનગરપાલિકા હસ્તક
સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની શાળામાં નવા શિક્ષકોની ભરતી
વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને કંપાસ
નવા “વેસ્ટ ટુ વન્ડર પાર્ક”ને મંજૂરી
સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા બાગ-બગીચાઓની સફાઈ
શહેરી વિસ્તારમાં ભળેલી આંગણવાડીઓનું મહાનગરપાલિકા દ્વારા સંચાલન
નવી ડ્રેનેજ લાઇનો
લુન્સીકુઈ વોટર વર્ક્સ ખાતે અંડરગ્રાઉન્ડ સમ્પ અને પંપ હાઉસ
દુધિયા તળાવ ખાતે ઈલેક્ટ્રિક પેનલ રૂમ
પોથોલ રિપેરિંગ અને નવા C.C. રોડના કામ
એરૂ અને વિજલપોર સિવિક સેન્ટર રિનોવેશન
રોડ, બ્રિજ અને ગ્રીન સ્પેસ પ્રોજેક્ટ
નાગરિકલક્ષી યોજના કેમ્પ
સફાઈ કર્મચારીઓ માટે વિશેષ સન્માન કાર્યક્રમ
15 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ કરવાની નીતિ
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




