નવસારી-ગણદેવી આઇકોનિક રોડ પર ભરાતા વરસાદી પાણીની સમસ્યા નવસારી માટે કલંક
નવસારી-ગણદેવી આઇકોનિક રોડ પર ભરાતા વરસાદી પાણીની સમસ્યા નવસારી માટે કલંક
ગટર લાઈન પર સિમેન્ટનું બોક્સ બનાવાતા વરસાદી પાણીનો નિકાલ અટક્યો, વિદ્યાકુંજ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પરેશાન
નવસારી : નવસારી-ગણદેવી આઇકોનિક રોડની બાજુમાંથી પસાર થતી ગટર લાઈન પર સિમેન્ટનું બોક્સ બનાવી દેતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો છે. જેના પગલે ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે અને આઇકોનિક રોડની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
નવસારીના લુન્સીકુઈથી જમાલપોર અને ઇટાળવા થઈ ગણદેવી તરફ જતો આ મુખ્ય માર્ગ નવસારી-ગણદેવી રોડ તરીકે ઓળખાય છે. આ માર્ગ પરથી ગણદેવી ઉપરાંત સિસોદ્રા થઈ હાઇવે તરફ તેમજ છાપરા-દાંતેજ થઈ એરૂ ચાર રસ્તા તરફ પણ જઈ શકાય છે. જેથી નાના-મોટા વાહનો સાથે ગણદેવી, એરૂ, દાંડી અને આટ ગામ તરફ જતી એસ.ટી. બસોની પણ સતત અવર-જવર રહે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
આઇકોનિક રોડ પર વિદ્યાકુંજ સ્કૂલ નજીકથી મોટી ગટર લાઈન પસાર થતી હતી. નવસારી મનપા દ્વારા આ ગટર લાઈન ઉપર સિમેન્ટનું બોક્સ બનાવી તેને ઢાંકી દેવામાં આવી છે. આ કામગીરીથી ગટરની દુર્ગંધની સમસ્યા ઘટી છે, પરંતુ સાથે જ વરસાદી પાણીના નિકાલની નવી સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે. સામાન્ય રીતે વરસાદનું જોર ઓછું પડતાં પાણી ઓસરી જાય છે, પરંતુ નવસારી-ગણદેવી રોડ પર ગટર ઢાંકવા બનાવેલા સિમેન્ટના બોક્સના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
વધુ વરસાદ દરમિયાન વિદ્યાકુંજ સ્કૂલ પાસે રોડ પર વરસાદી પાણીનો મોટો ભરાવો થઈ જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓની અવર-જવર પણ મુશ્કેલ બને છે. સ્થિતિ એટલી ગંભીર બને છે કે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટર મારફતે સ્કૂલ બહાર કાઢવાની ફરજ પડે છે.
આ રોડ પર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હજુ યથાવત છે. બીજી તરફ આ જ માર્ગ પરથી નવસારી મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓની રોજ અવર-જવર થતી હોવા છતાં વિદ્યાકુંજ સ્કૂલ પાસેની સમસ્યાનો ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે સમસ્યા અધિકારીઓના ધ્યાનમાં હોવા છતાં તેના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા નથી. જેના કારણે નવસારી-ગણદેવી આઇકોનિક રોડ પર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નવસારી મનપાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નં. 6માં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો
શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા નવસારી : નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નંબર 6માં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સ્પર્ધાઓ તથા મટકીફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી શણગાર સ્પર્ધા તેમજ શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રશ્નોત્તરી…
વધુ વાંચોડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો
વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી…
વધુ વાંચોટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવ્યા
ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી નવસારી : ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવા ઇસ્યુ કરવામાં આવતા ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવતા ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક માછીમારો બોટમાં ઓનલાઈન ટોકનમાં નોંધ…
વધુ વાંચોનવસારીમાં વડાપ્રધાનના આગમનને પગલે જલાલપોર ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી
નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા સ્થળની તૈયારીઓની આર.સી. પટેલે સમીક્ષા કરી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી…
વધુ વાંચો




