નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કરાડી ગામની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કરાડી ગામની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું
ગાંધી સ્મૃતિ મંદિર અને ગાંધી ઘાટ તળાવના વિકાસ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું, ગાંધી સ્મૃતિ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આયોજન કરવા કલેક્ટરનું સૂચન
નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જલાલપોર તાલુકાના કરાડી ગામની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્રામ પંચાયત કચેરી, નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિર તથા ગાંધી ઘાટ તળાવની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને વિકાસની સંભાવનાઓ અંગે જરૂરી માહિતી મેળવી હતી.
કલેક્ટરે સૌપ્રથમ કરાડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામમાં નાગરિકોને ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની પુરવઠાની દુકાન ઉપલબ્ધ છે કે કેમ તેમજ ગ્રામજનોને પુરવઠા સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે છે કે નહીં તે અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી વિગતો મેળવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ત્યારબાદ કલેક્ટરે કરાડી ગામ ખાતે નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિરની મુલાકાત લઈ સમગ્ર સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. મંદિર ખાતે મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો તથા રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને લગતી માહિતી મેળવી સ્થળના સંચાલન અને વિકાસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ગાંધી સ્મૃતિ મંદિર બાદ કલેક્ટરે ગાંધી ઘાટ તળાવનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તળાવની આસપાસ મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા, માર્ગ, વૃક્ષારોપણ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવા અંગે સૂચનો કર્યા હતા.
ગાંધી સ્મૃતિ મંદિર અને ગાંધી ઘાટ તળાવના સુઆયોજિત વિકાસથી સમગ્ર વિસ્તારને વધુ આકર્ષક બનાવી શકાય તેમ જણાવી, ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમના પર્યટન સ્થળોમાં તેનો સમાવેશ થઈ શકે તે દિશામાં જરૂરી આયોજન તથા દરખાસ્ત તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાની સહિત સંબંધિત અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ
નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…
વધુ વાંચોનવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત
બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…
વધુ વાંચોનવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…
વધુ વાંચોભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…
વધુ વાંચો




