નવસારી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો અને બસોનું સઘન ચેકિંગ
નવસારી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો અને બસોનું સઘન ચેકિંગ
નિયમભંગ બદલ ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ, એક વાહન ડિટેઈન; આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે
નવસારી : નવસારી જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે વિવિધ શાળાઓના સ્કૂલ વાહનો તથા બાળકોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમભંગ કરનારાં ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે એક વાહન ડિટેઈન કરાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
નવસારી જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ઘણી સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દૂરથી આવતા કેટલાક વિદ્યાર્થીઓને તેમના વાલીઓ શાળાએ મૂકવા અને લેવા જાય છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ બસ અથવા ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. જોકે કેટલાંક વાહનોમાં ઉપલબ્ધ જગ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાની સ્થિતિ જોવા મળે છે.
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની સપ્ટેમ્બર માસની બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચુકાદા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોની હેરફેર કરતાં વાહનોનું નિયમાનુસાર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાને પગલે પોલીસ અને આરટીઓ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં વાહનો અને સ્કૂલ બસોનું ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન વાહનોમાં નિયમો અને જરૂરી માપદંડોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. કુલ ૮ વાહનોમાં નિયમો અનુસાર ક્ષતિઓ મળી આવતાં તેમની સામે ચલણ ઇશ્યૂ કરી કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમભંગ બદલ એક વાહન ડિટેઈન પણ કરવામાં આવ્યું હતું.
સ્કૂલ વાહનોમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો મુસાફરી કરતાં હોવાથી વાહનચાલકો દ્વારા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. વાહનોની યોગ્ય જાળવણી, જરૂરી દસ્તાવેજો અને સલામતીના માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બાળકોની સુરક્ષાના મામલે બેદરકારી કે નિયમભંગ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ તંત્રએ આપ્યો છે.
નવસારીના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાહનોની ચેકિંગ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. નિયમભંગ કરતાં વાહનો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
શાળામાં લાઇસન્સ વિના બાઈક-મોપેડ લાવતા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી જરૂરી
ઘણા વિદ્યાર્થીઓ વાહન ચલાવવાનું લાઇસન્સ મેળવવાની ઉંમર ન હોવા છતાં શાળામાં બાઈક કે મોપેડ લઈને જતા હોય છે. વાલીઓ નોકરી-ધંધામાં વ્યસ્ત હોવાથી વાહન ચલાવતાં શીખી ગયેલા વિદ્યાર્થીઓ જાતે વાહન લઈને શાળાએ આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ એકબીજાની દેખાદેખીમાં જાહેર રસ્તાઓ પર પુરઝડપે વાહનો હંકારતા હોવાથી અકસ્માતનો ભોગ પણ બને છે. ત્યારે લાઇસન્સ વિના વાહન હંકારતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની સાથે તેમના વાલીઓને પણ લાઇસન્સ મેળવ્યા વિના સંતાનોને વાહન ન આપવા સમજાવવું જરૂરી છે.
પરવાનગી કરતાં વધુ વિદ્યાર્થીઓ લઈ જતાં વાહનો ડિટેઈન કરવા જરૂરી
શાળાઓમાં વિદ્યાર્થીઓને લેવા-મૂકવા માટે ખાનગી વાહનચાલકો વર્દી કરતા હોય છે. કેટલાક વાહનચાલકો વધુ ભાડાની લાલચમાં પરવાનગી કરતાં વધુ વિદ્યાર્થીઓને પોતાના વાહનમાં બેસાડે છે. કોઈ વાહનચાલક કારણસર પોતાની વર્દીના વિદ્યાર્થીઓને લેવા-મૂકવા ન જઈ શકે ત્યારે અન્ય વાહનચાલકને તે વિદ્યાર્થીઓને લઈ જવા કહે છે. તેના કારણે પણ એક જ વાહનમાં પરવાનગી કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે. આવા વાહનચાલકોને દંડ ફટકારી તેમનાં વાહનો ડિટેઈન કરવાની જરૂર છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
બીલીમોરા સ્ટેશન રોડ પર ગાદલા-તકિયાની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી
ગણતરીની મિનિટોમાં છ દુકાનો આગની ઝપેટમાં, લાખો રૂપિયાનું નુકસાન; પાંચ ફાયર બમ્બાની મદદથી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં બીલીમોરા : બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલા-તકિયાની દુકાનમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગે જોતજોતામાં આજુબાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લેતાં છ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. બીલીમોરા અને ગણદેવી…
વધુ વાંચોપડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં મહેસૂલી કર્મચારી મંડળમાં નારાજગી
નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારીઓ ૫મી ઓક્ટોબરે માસ સી.એલ. પર ઉતરશે, ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે નવસારી : મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આગામી ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાની તૈયારી કરી છે. મહેસૂલી કર્મચારીઓના સેવા…
વધુ વાંચોજમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…
વધુ વાંચોખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…
વધુ વાંચો




