નવસારી મનપામાં દાખલા મંજૂર કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરાયા
નવસારી મનપામાં દાખલા મંજૂર કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરાયા
જન્મ-મરણના દાખલા સમયસર મળવાની શક્યતા
નવસારી : નવસારી મહાનગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં વિલંબ થવાને કારણે છેલ્લા કેટલાક સમયથી અરજદારોમાં નારાજગી સાથે ફરિયાદો કરવામાં આવી હતી. જોકે હવે મનપા દ્વારા દાખલા મંજૂર કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવતા આગામી દિવસોમાં આ સમસ્યા હળવી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવા માટે રોજ અરજીઓ આવે છે. પરંતુ અરજદારોને લાંબો સમય વીતી ગયા બાદ પણ જન્મ-મરણના દાખલા ન મળતા છેલ્લા કેટલાક સમયથી અરજદારોમાં મનપાની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી હતી. અરજદારોએ વિધિવત અરજી કર્યા બાદ પણ એકથી બે મહિના સુધી દાખલા માટે રાહ જોવી પડતી હોવાની ફરિયાદો સામે આવી છે.
મનપા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અરજદારોને જન્મ-મરણના દાખલા મેળવવા માટે એકથી બે મહિના સુધી રાહ જોવી પડી હોવાની ફરિયાદો કરવામાં આવી છે. ખાસ કરીને સરકારી યોજનાઓ, શૈક્ષણિક પ્રવેશ, પાસપોર્ટ, વારસાઈ સહિતની કામગીરી માટે દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી વિલંબથી અરજદારોની અન્ય કામગીરી પણ અટકી જાય છે.
અગાઉ જન્મ-મરણના દાખલાને મંજૂરી આપવાની સત્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે હતી. સમગ્ર જિલ્લામાંથી આવી અરજીઓ અને કામગીરી તેમની કચેરીમાં આવતી હોવાથી મંજૂરી પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે સમય લાગતો હતો. પરિણામે સ્થાનિક સ્તરે અરજી કર્યા બાદ પણ અરજદારોને લાંબી રાહ જોવી પડતી હતી.
હવે આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જન્મ-મરણના દાખલાને લગતી મંજૂરીની સત્તા નવસારી મનપાના મેડિકલ ઓફિસરને આપવામાં આવી છે. જેના કારણે અરજીઓની ચકાસણી અને મંજૂરીની કામગીરી સ્થાનિક સ્તરે જ ઝડપથી થઈ શકશે. મનપા તંત્રના મતે નવી વ્યવસ્થા અમલમાં આવતા ધીમે ધીમે પેન્ડિંગ અરજીઓનો નિકાલ થશે અને અરજદારોને સમયસર દાખલા મળી શકશે. ત્યારે આગામી સમયમાં જન્મ-મરણના દાખલા મેળવવામાં થતો વિલંબ ઘટે અને અરજદારોને રાહત મળે તેવી આશા સેવાઈ રહી છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




