નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધ્યું
નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધ્યું
નવસારીમાં ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા અકસ્માતનું પ્રમાણ વધ્યું
નવસારી : નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. નવસારીના ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા ચાલકોના લીધે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સ્થાનિક પોલીસ મથકોના વડા અને જિલ્લા ટ્રાફિક શાખાને ચેકીંગ કરવા આદેશ આપે તે સમયની માંગ રહી છે.
નવસારી શહેરમાં પ્રવેશ માટે શહેરની ચારેય બાજુએ રસ્તાઓ છે. જેમાં પણ ખાસ કરીને નેશનલ હાઇવે નં. 48 પાસે ગ્રીડ પાસેથી, ઇટાળવા ગામ પાસેથી, છાપરા ગામ પાસેથી, એરૂ ચાર રસ્તા પાસેથી તેમજ વિરાવળ ગામ પાસેથી પસાર થતા રસ્તાઓ પરથી શહેરમાં પ્રવેશી શકાય છે. હાઇવે પરથી આવતા વાહન ચાલકો ગ્રીડ ઓવરબ્રિજ નીચેથી શહેરમાં પ્રવેશે છે. તો બીજી તરફ ગણદેવી થઈને આવતા વાહન ચાલકો ઇટાળવા પાસેથી, છાપરા પાસેથી અને એરૂ ચાર રસ્તા થઇ શહેરમાં પ્રવેશે છે.
શહેરના પ્રવેશદ્વારને જોડતા ઇટાળવા-છાપરા-એરૂ ચાર રસ્તા પાસેના રસ્તાઓ પર વાહનોની અવર-જવર વધુ રહે છે. ત્યારે આ રસ્તાઓ ઉપર અકસ્માતોનું જોખમ પણ વધી રહ્યું છે. ખાસ કરીને ઇટાળવાથી એરૂ ચાર રસ્તા સુધીના રસ્તા પર વાહન ચાલકો વાહનો પુરઝડપે હંકારી રહ્યા છે. જેના કારણે બાઈક ચાલકો અને રાહદારીઓને જીવને જોખમ રહ્યું છે. હાલમાં ઇટાળવાથી એરૂ ચાર રસ્તા સુધીના રસ્તા પર રોજ ઘણા અકસ્માતો થઇ રહ્યા છે. જેથી ઇટાળવા-એરૂ રસ્તો અકસ્માત ઝોન બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
થોડા દિવસો અગાઉ જ શિવાંગ પટેલ નામના યુવાને નશાની હાલતમાં તેની લકઝરી કાર પુરઝડપે હંકારી લાવી રાહદારી લારી ચાલકને ટક્કર મારી હતી. જે અકસ્માતને પગલે લારી ચાલકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ એક કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતા મોપેડ પર જતી મહિલાને ટક્કર મારી હતી. જે કાર ચાલકને લોકોએ અટકાવી ખરી-ખોટી સંભળાવી હતી. આ બાબતનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ સિવાય પણ ઘણા નાના-મોટા અકસ્માતો થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
રાત્રી દરમિયાન ઘણા વાહન ચાલકો પુરઝડપે અને બેફામ બની વાહનો ચલાવે છે. જેથી બાઈક-મોપેડ ચાલકો સહીત રાહદારીઓ રસ્તાની બાજુમાંથી પસાર થવામાં અને રસ્તો ક્રોસ કરવામાં પણ ગભરાઈ રહ્યા છે. આ સિવાય ઇટાળવા-એરૂ રસ્તો શહેરની બહાર અડીને આવ્યો છે. જેથી રાત્રી દરમિયાન યુવાનો વાહનો પુરઝડપે હંકારી મજા કરવા માટે નીકળતા હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પણ બુલેટ બાઈક ચાલકો વધુ અવાજનું સાયલેન્સર નાંખી જાણીજોઈને રસ્તાઓ ઉપર એક્સિલેટર વધુ આપી અવાજનું પ્રદુષણ ફેલાવે છે. જેનાથી સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક બાદ ગત શનિવારથી શાળાઓમાં બાળકોની હેરફેર કરતા વાહનોનું નિયમાનુસાર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને પગલે પોલીસ અને આરટીઓ વિભાગ એક્શનમાં મોડમાં આવી ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાત્રી દરમિયાન આ રસ્તા પર વાહન ચાલકોની ચેકીંગ હાથ ધરવાની કાર્યવાહી કરે તે સમયની માંગ છે.
શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓના જીવને જોખમ
ઇટાળવાથી એરૂ ચાર રસ્તા સુધીના રસ્તાઓ પર શાળાઓ અને કોલેજો આવી છે. જેથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં જવા માટે ઇટાળવા-એરૂ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ રહ્યું છે.
અકસ્માત થવાનું બીજું કારણ સ્ટ્રીટ લાઇટનો અભાવ
ઇટાળવા-એરૂ ચાર રસ્તા સુધીનો રસ્તો થોડા સમય અગાઉ જ પહોળો કરવામાં આવ્યો છે. પરંતુ રસ્તો પહોળો કર્યા બાદ મનપા તંત્ર સ્ટ્રીટ લાઈટ લગાવવાનું ભૂલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વધુ અવર-જવરવાળા ઇટાળવા-એરૂ રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રાત્રી દરમિયાન વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્ટ્રીટ લાઈટના અભાવના લીધે પણ અકસ્માત થઇ રહ્યા હોવાનું બીજું કારણ જણાવી રહ્યા છે.
કાર્યવાહી કરીશું : પી.એસ.આઈ., ટ્રાફિક શાખા
નવસારી જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. એ જણાવ્યું હતું કે, રસ્તાઓ ઉપર થઇ રહેલા અકસ્માતો બાબતે ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ઇટાળવા-એરૂ ચાર રસ્તા સુધીનો વિસ્તાર 3 પોલીસ મથકોની હદમાં
ઇટાળવા-એરૂ ચાર રસ્તા સુધીનો વિસ્તાર 3 પોલીસ મથકોની હદમાં આવે છે. જેમાં ઇટાળવા વિસ્તાર નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં, દાંતેજ વિસ્તાર વિજલપોર પોલીસ મથકની હદમાં અને ગાંધીસ્મૃતિથી એરૂ ચાર રસ્તા સુધીનો વિસ્તાર જલાલપોર પોલીસ મથકની હદમાં આવે છે. તો આ ત્રણેય પોલીસ મથકો દ્વારા તેમના જ હદ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવે તો ઘણા વાહન ચાલકો નશાની હાલતમાં ઝડપવાની શક્યતા રહી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લામાં પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને કેચ ધ રેન સહિતની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી
જલાલપુર તાલુકાના ઓંજલ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને કેચ ધ રેન કામગીરી યોજાઈ નવસારી : સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંચય અંગે જનજાગૃતિ વધારવાના હેતુસર જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે વિવિધ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે આઈકોનિક પ્લેસ તરીકે ઓળખાતા ઓંજલ બીચ ખાતે નાયબ કલેક્ટર-૧ દ્રષ્ટિ શુક્લાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા…
વધુ વાંચોનવસારીમાં યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ હેઠળ લુન્સીકુઈ પર લારીધારકોને 45 નવી લારીઓ અપાઈ
કુલ 70 વેપારીઓને યોજનાનો લાભ, શહેરના અંદાજે 700 લારીધારકોને તબક્કાવાર એકસરખી સ્ટીલ બોડીની લારીઓ આપવાનું આયોજન નવસારી : નવસારી શહેરના લારીધારકોને વ્યવસ્થિત અને સ્વચ્છ સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ ચોપાટી ખાતે વધુ 45 નવી સ્ટીલ બોડીની લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી…
વધુ વાંચોનવસારીના દુધિયા તળાવ શાકભાજી માર્કેટમાં યુરિનલ લીકેજથી ગંદકી
શાક માર્કેટના વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકો ત્રસ્ત, મહાપાલિકા તંત્ર સામે રોષ નવસારી : નવસારી શહેરના દુધિયા તળાવ ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં પાવર સ્ટેશનની બાજુમાં આવેલ જાહેર યુરિનલમાંથી બારેમાસ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનું લીકેજ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. યુરિનલનું દૂષિત પાણી સીધું શાકભાજીની લારીઓ અને પાથરણાં નજીક ભરાઈ રહેતા વેપારીઓ તેમજ ગ્રાહકોને…
વધુ વાંચોવિજલપોરમાં આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલના રસ્તા પરની ડ્રેનેજ ઉભરાતા સ્થાનિકો પરેશાન
રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી, સ્થાનિકોની કાયમી ઉકેલની માંગ નવસારી : વિજલપોરના આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલ સુધીના મુખ્ય રસ્તા પરની ડ્રેનેજ બ્લોક થવાના કારણે ઉભરાઈ હતી. જે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારી સહીત સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. વિજલપોરમાં આશાપુરી માતાના મંદિરથી લઇ સુશ્રુષા હોસ્પિટલ…
વધુ વાંચો




