તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી સખીમંડળની ૫૦ બહેનોએ વાંસદા ખાતે પ્રેરણા પ્રવાસ યોજ્યો

નવસારી સખીમંડળની ૫૦ બહેનોએ વાંસદા ખાતે પ્રેરણા પ્રવાસ યોજ્યો

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
બે દિવસીય પ્રવાસ દરમિયાન કૃષિ આધારિત મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓ અને સ્વરોજગાર અંગે માહિતી મેળવી નવસારી : નવસારી પ્રકૃતિ કલસ્ટર સંગઠન દ્વારા એનઆરએલએમ યોજના તથા નવસારી તાલુકા પંચાયતના સહયોગથી સખીમંડળની બહેનો માટે ૬ થી ૭ ઓક્ટોબર દરમિયાન વાંસદા ખાતે બે દિવસીય પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. જેમાં નવસારી તાલુકાની ૫૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સખીમંડળની બહેનો કૃષિ…

બે દિવસીય પ્રવાસ દરમિયાન કૃષિ આધારિત મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓ અને સ્વરોજગાર અંગે માહિતી મેળવી

નવસારી : નવસારી પ્રકૃતિ કલસ્ટર સંગઠન દ્વારા એનઆરએલએમ યોજના તથા નવસારી તાલુકા પંચાયતના સહયોગથી સખીમંડળની બહેનો માટે ૬ થી ૭ ઓક્ટોબર દરમિયાન વાંસદા ખાતે બે દિવસીય પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. જેમાં નવસારી તાલુકાની ૫૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સખીમંડળની બહેનો કૃષિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાય, કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ વધારવા તેમજ સ્વરોજગાર થકી આવકમાં વધારો કરી શકે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ પ્રેરણા પ્રવાસ યોજાયો હતો.

આ પ્રેરણા પ્રવાસ દરમિયાન બહેનોએ બીએઆઈએફ સંસ્થા, વાંસદા ખાતે વિવિધ કૃષિ તથા મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓની મુલાકાત લઈ પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. જેમાં મશરૂમની ખેતી, મશરૂમ ઉત્પાદનની પ્રક્રિયા, તાપમાનનું સંચાલન તેમજ બજારમાં વેચાણ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ ઉપરાંત વિવિધ શાકભાજી અને ફળોમાંથી અથાણાં બનાવવાની પદ્ધતિ, પેકિંગ અને માર્કેટિંગ, તેમજ મસાલા, પાપડ, વેફર, ચટણી અને જામ જેવી ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓ અંગે પણ બહેનોએ માહિતી મેળવી હતી.

બહેનોએ વર્મી કમ્પોસ્ટ તથા જૈવિક ખાતર તૈયાર કરવાની ઓછા ખર્ચની પદ્ધતિ તેમજ ગુણવત્તાયુક્ત બિયારણ અને નર્સરી વ્યવસ્થાપન અંગે પણ પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. આ પ્રવાસ દરમિયાન રંગપુર પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી, જૈવિક ખાતર તથા જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ખેતીમાં તેના ઉપયોગ વિશે માહિતી મેળવી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 29 min ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 53 min ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો