તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં સી.આર. પાટીલે ૧૮૩ લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સિટી બસ પોર્ટનું લોકાર્પણ કર્યું

નવસારીમાં સી.આર. પાટીલે ૧૮૩ લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સિટી બસ પોર્ટનું લોકાર્પણ કર્યું

South Republic DeskFriday, 02 October 2026 2 મિનિટ વાંચન · 1 hr ago 0
ગાંધી જયંતીએ નવસારીવાસીઓને પરિવહનની બેવડી ભેટ; સુવિધાસભર સિટી બસ પોર્ટ સાથે વલસાડ-સુરત નવી મેમુ ટ્રેનનો પ્રારંભ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા રેલવે સ્ટેશન નજીક અંદાજિત ૧૮૩ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સિટી બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતીએ આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા…

ગાંધી જયંતીએ નવસારીવાસીઓને પરિવહનની બેવડી ભેટ; સુવિધાસભર સિટી બસ પોર્ટ સાથે વલસાડ-સુરત નવી મેમુ ટ્રેનનો પ્રારંભ

નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા રેલવે સ્ટેશન નજીક અંદાજિત ૧૮૩ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સિટી બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતીએ આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે તકતીનું અનાવરણ કર્યું હતું. સાથે જ સિટી બસને લીલી ઝંડી આપી બસ પોર્ટને જાહેર જનતાની સેવા માટે ખુલ્લું મૂક્યું હતું.

નવા બસ પોર્ટમાં મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સંકુલમાં એકસાથે ૮ બસ પાર્ક થઈ શકે તેવી જગ્યા તૈયાર કરવામાં આવી છે. બસની રાહ જોતા ૧૦૦થી ૧૫૦ મુસાફરો આરામથી બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાથી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકનું નિયમન સરળ બનવાની અને મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળવાની અપેક્ષા છે.

મુસાફરોને બસના રૂટ, સમય અને અન્ય જરૂરી માહિતી સરળતાથી મળી રહે તે માટે બસ પોર્ટ ખાતે બસના સમયપત્રક તથા પૂછપરછ બારીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નવા બસ પોર્ટના વિકાસ સાથે શહેરની ઐતિહાસિક ઓળખ જાળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. બસ પોર્ટ પર આવેલી મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા યથાવત રાખવામાં આવી છે. સાથે જ નિર્માણ દરમિયાન શક્ય તેટલાં હયાત વૃક્ષોને જાળવી પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ગાંધી જયંતીએ વલસાડથી સુરત વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે નવી મેમુ ટ્રેનની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન દરરોજ સવારે ૧૦ વાગ્યે વલસાડથી ઊપડીને સવારે ૧૧:૫૫ વાગ્યે સુરત પહોંચશે. વળતા પ્રવાસમાં સુરતથી દરરોજ સાંજે ટ્રેનની સેવા મળશે. આ સેવાથી દૈનિક મુસાફરોના સમય અને નાણાંની બચત થવાની અપેક્ષા છે.

આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ મુકેશભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીને એકસાથે મળેલી આ બંને પરિવહન સુવિધાઓથી નવસારી-વલસાડ પંથકના દૈનિક મુસાફરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 48 min ago

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

વધુ વાંચો
નવસારી 51 min ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
નવસારી 53 min ago

નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન

નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…

વધુ વાંચો
નવસારી 56 min ago

નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો