પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં મહેસૂલી કર્મચારી મંડળમાં નારાજગી
પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં મહેસૂલી કર્મચારી મંડળમાં નારાજગી
નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારીઓ ૫મી ઓક્ટોબરે માસ સી.એલ. પર ઉતરશે, ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે
નવસારી : મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આગામી ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાની તૈયારી કરી છે.
મહેસૂલી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, અવાસ્તવિક તેમજ બિનજરૂરી લક્ષ્યાંક પ્રેરિત કાર્યપદ્ધતિ, ઓનલાઈન સિસ્ટમની વિસંગતતા તથા વહીવટી અને ફિલ્ડ સ્તરે અમલીકરણ શક્ય ન હોય તેવી અન્ય વિભાગોની કામગીરી મહેસૂલી કર્મચારીઓ ઉપર નાખવા અંગે મહામંડળ દ્વારા મહેસૂલ વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
મહેસૂલી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો બદલી, બઢતી, સિનિયોરિટી યાદી, પરીક્ષાઓ અને જોબચાર્ટ જેવી વહીવટી બાબતોના છે. મહામંડળ દ્વારા કોઈ નાણાકીય માંગણી કરવામાં આવી ન હોવા છતાં વિભાગની પ્રાથમિક ફરજમાં આવતી બાબતો અંગે પણ નિર્ણય ન લેવાતાં મહેસૂલી કર્મચારીઓમાં મહેસૂલ વિભાગ સામે રોષની લાગણી ઊભી થઈ છે.
મંડળના જણાવ્યા અનુસાર, મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં કરાયેલા નિર્ણયને કારણે માત્ર મહેસૂલી કર્મચારીઓ જ નહીં, પરંતુ ગ્રામ્ય કક્ષાના અરજદારો પણ પોતાના કામ માટે ત્રણ વિભાગ વચ્ચે ધક્કા ખાતા થયા છે. તેના કારણે કર્મચારીઓને લોકો સાથે સીધો સંઘર્ષ થાય છે. આ બાબતે ગત ૫મી સપ્ટેમ્બરે મહામંડળના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી બેઠક રાખવામાં આવી હતી, પરંતુ કોઈ નિર્ણય લેવાયો ન હતો.
એક માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વહીવટી મુદ્દાઓ પૈકી એકપણ બાબત અંગે નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ હોવાનું મંડળે જણાવ્યું છે. તેમજ આ સમયગાળા દરમિયાન વિભાગ કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપર દબાણ ઊભું કરી કર્મચારીઓ ઉપર વધારાની કામગીરી નાખવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે.
આથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો કરવાનો નિર્ણય લેવાયો છે. તેના ભાગરૂપે આજે નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના વર્ગ-૩ના તમામ મહેસૂલી કર્મચારીઓએ કચેરીની કામગીરી સંબંધિત વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળી અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આગામી ૫મી ઓક્ટોબરે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરશે, જ્યારે ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો અને બસોનું સઘન ચેકિંગ
નિયમભંગ બદલ ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ, એક વાહન ડિટેઈન; આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે નવસારી : નવસારી જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે વિવિધ શાળાઓના સ્કૂલ વાહનો તથા બાળકોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમભંગ કરનારાં ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો…
વધુ વાંચોબીલીમોરા સ્ટેશન રોડ પર ગાદલા-તકિયાની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી
ગણતરીની મિનિટોમાં છ દુકાનો આગની ઝપેટમાં, લાખો રૂપિયાનું નુકસાન; પાંચ ફાયર બમ્બાની મદદથી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં બીલીમોરા : બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલા-તકિયાની દુકાનમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગે જોતજોતામાં આજુબાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લેતાં છ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. બીલીમોરા અને ગણદેવી…
વધુ વાંચોજમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…
વધુ વાંચોખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…
વધુ વાંચો




