તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

પેરા ગામે ખેડૂત પરિવારને ધમકીભરી ચિઠ્ઠીઓ મોકલી 5થી 10 લાખ રૂપિયાની માંગણી

પેરા ગામે ખેડૂત પરિવારને ધમકીભરી ચિઠ્ઠીઓ મોકલી 5થી 10 લાખ રૂપિયાની માંગણી

South Republic DeskFriday, 02 October 2026 2 મિનિટ વાંચન · 50 min ago 0
સમગ્ર પરિવારને નિશાન બનાવવાની ધમકી; બારીનો કાચ તોડવા અને ઘરની પાછળ આગ લગાવવાના બનાવો બાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નવસારી : નવસારી તાલુકાના પેરા ગામના ખેડૂત પરિવારને અજાણ્યા ઈસમો દ્વારા ધમકીભરી ચિઠ્ઠીઓ મોકલી 5થી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. પેરા ગામે નારાયણ આશ્રમની બાજુમાં આહીર ફળિયાના…

સમગ્ર પરિવારને નિશાન બનાવવાની ધમકી; બારીનો કાચ તોડવા અને ઘરની પાછળ આગ લગાવવાના બનાવો બાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ

નવસારી : નવસારી તાલુકાના પેરા ગામના ખેડૂત પરિવારને અજાણ્યા ઈસમો દ્વારા ધમકીભરી ચિઠ્ઠીઓ મોકલી 5થી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

પેરા ગામે નારાયણ આશ્રમની બાજુમાં આહીર ફળિયાના પાંચ બંગલામાં દિનેશભાઈ રતનજીભાઈ આહીર (ઉં.વ. 43) પરિવાર સાથે રહે છે. તેઓ ખેતી તથા જમીન દલાલીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત 16મી ઓગસ્ટે દિનેશભાઈની પુત્રીએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે રાત્રે કોઈએ ઘરની પાછળ પથ્થર મારી બારીનો કાચ તોડ્યો છે. આ અંગે ગામના સરપંચને જાણ કરતાં તેમણે પોલીસને બોલાવી હતી. મોડી રાત્રે દિનેશભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરની પાછળની દીવાલ પર ગુજરાતી લિપિમાં હિન્દી ભાષાનું ધમકીભર્યું લખાણ જોવા મળ્યું હતું.

ઘરમાં પોતું કરવાના સફેદ રૂમાલ પર પણ ધમકીભર્યું લખાણ લખવામાં આવ્યું હતું. તેમાં બીજા દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં 5 લાખ રૂપિયા આપવાની માંગણી કરવામાં આવી હતી. રૂપિયા નહીં આપે તો પત્ની અને બાળકોને નિશાન બનાવવાની ધમકી અપાઈ હતી. આ ઉપરાંત વિવિધ જગ્યાએથી અન્ય ધમકીભર્યાં લખાણો પણ મળી આવ્યાં હતાં.

ગત 18મી ઓગસ્ટે દિનેશભાઈનાં ભાભી દૂધ લેવા આવતાં હતાં ત્યારે ઘરના આગળના દરવાજા પાસે ગટરની કુંડી નજીક પ્લાસ્ટિકની કોથળીમાં રેતી અને પથ્થર સાથે મૂકેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં પણ ગુજરાતી લિપિમાં હિન્દી ભાષામાં ધમકીઓ આપી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ દિનેશભાઈએ ઘરની પાછળ સીસીટીવી કેમેરા મુકાવ્યા હતા.

ગત 7મી સપ્ટેમ્બરે ફરી એક અજાણ્યા ઈસમે ઘરની પાછળ કમ્પાઉન્ડની દીવાલ પાસે આવેલા ટ્રેક્ટરની આડશમાં રહી જ્વલનશીલ પદાર્થ છાંટી પ્લાસ્ટિક સળગાવ્યું હતું. ત્યારબાદ તે કાગળની ચિઠ્ઠી મૂકીને નાસી ગયો હતો. સવારે દિનેશભાઈએ સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં. ઘટનાસ્થળેથી ફરી ધમકીભર્યું લખાણ અને પૈસાની માંગણી કરતી ચિઠ્ઠી મળી આવી હતી.

ત્યારબાદ ગત 24મી સપ્ટેમ્બરે પણ ઘરની પાછળથી ધમકીભર્યું લખાણ ધરાવતી વધુ એક ચિઠ્ઠી મળી આવી હતી.

આ મામલે દિનેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એલ. સૈયદે હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 23 min ago

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

વધુ વાંચો
નવસારી 25 min ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
નવસારી 28 min ago

નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન

નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…

વધુ વાંચો
નવસારી 30 min ago

નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો