તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

પિંપરી સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત

પિંપરી સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત

South Republic DeskFriday, 18 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR ફંડમાંથી ₹2.43 કરોડના ખર્ચે બે નવા છાત્રાલયોના નિર્માણનો પ્રારંભ ડાંગ : દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સમર્પણના 25 વર્ષની ઉજવણી અંતર્ગત પિંપરી ખાતે સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ…

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR ફંડમાંથી ₹2.43 કરોડના ખર્ચે બે નવા છાત્રાલયોના નિર્માણનો પ્રારંભ

ડાંગ : દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સમર્પણના 25 વર્ષની ઉજવણી અંતર્ગત પિંપરી ખાતે સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી કુલ ₹2 કરોડ 43 લાખના ખર્ચે બંને છાત્રાલયોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે વિજયભાઈ પટેલે ડીજીવીસીએલ અને જેટકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લામાંથી કરવામાં આવી હતી, જેના પરિણામે જિલ્લામાં 24 કલાક વીજ પુરવઠાની સુવિધા શરૂ થઈ હતી. તેમણે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમમાં સૌને સહભાગી બની દીવા પ્રજ્વલિત કરવા પણ આહવાન કર્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિતે ગુણવત્તાસભર શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સારું શિક્ષણ વ્યક્તિના જીવનની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે શાળા પ્રવેશોત્સવ સહિત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ બાદ મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. પિંપરી પ્રાથમિક શાળા અને મુખ્ય બજાર વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું. જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે જાતે ઝાડું પકડી સફાઈ કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ભૌતિક સુવિધાઓની માહિતી મેળવી અને શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, ડીજીવીસીએલના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચો, તાલુકા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

રેડક્રોસ સોસાયટી ડાંગ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે 33 યુનિટ રક્ત એકત્રિત ડાંગ : સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ આહવાના ડાંગ…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આહવાના તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન

ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ તળાવ પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો ડાંગ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આહવાના તળાવ ખાતે યોજાયેલા આ અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યકરો દ્વારા…

વધુ વાંચો
ડાંગ 2 days ago

ડાંગ આરોગ્ય વિભાગમાં ‘કમ્પલસરી બ્લડ ડોનેશન’ના મેસેજથી વિવાદ

કર્મચારીઓને ફરજિયાત રક્તદાનની સૂચના સામે ADHOની ‘ફરજિયાત નથી’ સ્પષ્ટતા, વિરોધાભાસથી ઊઠ્યા સવાલો ડાંગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ડાંગ જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર હોવાનું સામે આવ્યું છે. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે રક્તદાન ફરજિયાત હોવાનો મેસેજ સોશિયલ મીડિયા તેમજ આરોગ્ય શાખાના વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો…

વધુ વાંચો
ડાંગ 2 days ago

સાપુતારામાં વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે બોટિંગ બંધ

પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી સર્પગંગા તળાવમાં તંત્રનો નિર્ણય સાપુતારા : ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે સર્પગંગા તળાવ વિસ્તારમાં દૃશ્યતા ઓછી થઈ જતાં બોટિંગ જોખમી બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવમાં બોટિંગ બંધ રાખવાનો નિર્ણય…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો