મતભેદ ભૂલીને ગામના દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો યોજના પહોચાડો : આર.સી. પટેલ
R.C. Patel urges villagers to deliver aid scheme to disabled and senior citizens beyond differences
નવસારી : નવસારીમાં જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને જલાલપોર તાલુકા મામલતદાર કચેરી દ્વારા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનો યોજના સંદર્ભે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં મોટી સંખ્યામાં જલાલપોર તાલુકાના ગામોના સરપંચો, સભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનો યોજના સંદર્ભે યોજાયેલી મીટીંગમાં નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સહાયક સાધનો યોજના અંગે માહિતી આપી હતી.
આ મીટીંગમાં જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલે તમામ સરપંચો અને સભ્યોને આ યોજના ગામના દરેક ઘરોમાં પહોચાડવા માટે આહ્વાન કર્યું હતું. સાથે જ ગામમાં કોઇપણ સાથે મતભેદ હોય તે ભૂલીને દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો યોજના પહોચાડવા માટે સુચના આપી હતી.
આ મીટીંગમાં કયા ગામમાં, ક્યાં વ્યક્તિને કેટલા ટકા દિવ્યાંગતા છે અને શરીરના કયા ભાગમાં તકલીફ છે તે બાબતની યાદી તૈયાર કરવા અને જરૂરિયાત મુજબ સાધનો ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું હતું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધ્યું
નવસારીમાં ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા અકસ્માતનું પ્રમાણ વધ્યું નવસારી : નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. નવસારીના ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા ચાલકોના લીધે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સ્થાનિક પોલીસ મથકોના વડા અને જિલ્લા ટ્રાફિક શાખાને ચેકીંગ કરવા…
વધુ વાંચોનવસારી જિલ્લામાં પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને કેચ ધ રેન સહિતની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી
જલાલપુર તાલુકાના ઓંજલ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને કેચ ધ રેન કામગીરી યોજાઈ નવસારી : સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંચય અંગે જનજાગૃતિ વધારવાના હેતુસર જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે વિવિધ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે આઈકોનિક પ્લેસ તરીકે ઓળખાતા ઓંજલ બીચ ખાતે નાયબ કલેક્ટર-૧ દ્રષ્ટિ શુક્લાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા…
વધુ વાંચોનવસારીમાં યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ હેઠળ લુન્સીકુઈ પર લારીધારકોને 45 નવી લારીઓ અપાઈ
કુલ 70 વેપારીઓને યોજનાનો લાભ, શહેરના અંદાજે 700 લારીધારકોને તબક્કાવાર એકસરખી સ્ટીલ બોડીની લારીઓ આપવાનું આયોજન નવસારી : નવસારી શહેરના લારીધારકોને વ્યવસ્થિત અને સ્વચ્છ સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ ચોપાટી ખાતે વધુ 45 નવી સ્ટીલ બોડીની લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી…
વધુ વાંચોનવસારીના દુધિયા તળાવ શાકભાજી માર્કેટમાં યુરિનલ લીકેજથી ગંદકી
શાક માર્કેટના વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકો ત્રસ્ત, મહાપાલિકા તંત્ર સામે રોષ નવસારી : નવસારી શહેરના દુધિયા તળાવ ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં પાવર સ્ટેશનની બાજુમાં આવેલ જાહેર યુરિનલમાંથી બારેમાસ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનું લીકેજ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. યુરિનલનું દૂષિત પાણી સીધું શાકભાજીની લારીઓ અને પાથરણાં નજીક ભરાઈ રહેતા વેપારીઓ તેમજ ગ્રાહકોને…
વધુ વાંચો




