રોજિંદા મુસાફરો માટે મેમુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની માંગ ઉગ્ર બની
રોજિંદા મુસાફરો માટે મેમુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની માંગ ઉગ્ર બની
પીક અવર્સમાં ભારે ભીડથી નોકરિયાતો-વિદ્યાર્થીઓ પરેશાન, રેલવે અધિકારીઓ અને સાંસદને ઈ-મેલ અભિયાન શરૂ
નવસારી : નવસારી રેલવે સ્ટેશનથી રોજ હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને સુરત અને વલસાડ તરફ નોકરીયાત વર્ગ રોજ ટ્રેનમાં અપડાઉન કરે છે. છેલ્લા કેટલાક સમયથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ટ્રેનોની સંખ્યામાં વધારો ન થતાં મુસાફરી વધુ જોખમી અને અસહ્ય બની રહી છે.
પીક અવર્સ દરમિયાન ટ્રેનોમાં સર્જાતી ભારે ભીડ અને અપૂરતી ફ્રિકવન્સીને કારણે નોકરીયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે મુસાફરોએ રેલવે તંત્રને વારંવાર મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સમસ્યાના કાયમી નિરાકરણ માટે રોજ અપડાઉન કરતા મુસાફરો માટે મેમુ ટ્રેનની ફ્રિકવન્સી તાત્કાલિક ધોરણે વધારવાની માંગ સાથે રેલવે અધિકારીઓ અને સાંસદને ઈ-મેલ મોકલવાની શરૂઆત કરવામાં આવી છે.
મુસાફરો ઘેટાં-બકરાની જેમ મુસાફરી કરવા મજબૂર : હેમંતભાઈ
ટ્રેનમાં મુસાફરી કરતા હેમંતભાઈએ જણાવ્યું હતું કે, રોજિંદા અપડાઉન કરતા મુસાફરો ટ્રેનમાં ભારે ભીડ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. મેમુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા માટે રેલવે અધિકારીઓને સતત ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ ઝુંબેશ ચલાવવાની તૈયારી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો રેલવે તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દે વહેલી તકે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો મુસાફરો દ્વારા રેલવે વિભાગને ઘેરવા સહિતની ઉગ્ર કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે
ટીડીઓના રદ હુકમની જાણ ન કર્યાના આક્ષેપ; સરપંચ-તલાટીએ વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ખોદાવ્યું હોવાનો દાવો નવસારી : ખડસુપા ગામે સરપંચ અને તલાટીએ તળાવ ઊંડું કરવા માટે મંજૂર કરેલો ઠરાવ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે તાલુકા વિકાસ અધિકારીએ રદ કર્યો હતો. જોકે આ બાબતની જાણ ઇજારદારને કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ઈજારદારે હાઈકોર્ટના દ્વાર…
વધુ વાંચોશહેરમાં સફાઈના બણગા ફૂંકનાર નવસારી મનપાના શૌચાલયમાં જ ગંદકીનું સામ્રાજ્ય
વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન, મનપાની કચેરીના શૌચાલયની હાલત સામે ઉઠ્યા સવાલો નવસારી : આગામી 8મીએ વડાપ્રધાન નવસારી નમો કમલમનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. જેને પગલે નવસારી મહાનગરપાલિકા સહિત જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં મોટા પાયે સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે,…
વધુ વાંચોનવસારીમાં સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
દશેરા ટેકરીથી ફુવારા સુધી ભવ્ય શોભાયાત્રા, ગરબા અને મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નવસારી : નવસારી સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સ્થાનિક ભક્તો ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે દશેરા ટેકરીથી ફુવારા સુધી ડીજેના તાલ અને વાજતે-ગાજતે ભવ્ય…
વધુ વાંચોનવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની કડક કાર્યવાહી
ખાણી-પીણીની લારીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, કુલ ₹5 હજારનો દંડ ફટકારાયો નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આજે સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છતા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ અને અન્ય સ્થળોએ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. નવસારી મ્યુનિસિપલ…
વધુ વાંચો




