તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

સિસોદ્રા ગામ પાસેથી 2.55 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ

Man held with foreign liquor-laden car near Sisodra village, two wanted

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
નેશનલ હાઈવે નં. 48 ઉપર સિસોદ્રા ગામ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે ₹2,55,360ના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડયો, બે ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા.

નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર સિસોદ્રા ગામ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.55 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે વિદેશી દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

વિદેશી દારૂ ₹2,55,360 | 1008 નંગ બોટલ | કુલ મુદ્દામાલ ₹5,60,360 | 2 વોન્ટેડ

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર સિસોદ્રા ગામ ઓવરબ્રિજ પાસેથી એક મારુતિ સુઝુકી કાર (નં. જીજે-15-સીડી-9878)ને રોકી તપાસ કરી હતી.

જેમાંથી પોલીસે ₹2,55,360ની કિંમતની 1008 નંગ વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકા અને ટીન બીયર મળી આવતા વલસાડના પારડી તાલુકામાં ઉમરસાડી ગામે એસ.બી.આઈ. બેન્કની બાજુમાં રહેતા પ્રિતેશ શીવાભાઈ પુજારીને ઝડપી પાડયો હતો.

પોલીસે પ્રિતેશની પૂછપરછ કરતા વલસાડના પારડી તાલુકાના દમણી ઝાપા પોણીયા રોડ પર રહેતા વિકાસ ઉર્ફે ભૈયો યાદવે વિદેશી દારૂ ભરાવ્યો હતો અને નવસારી શબાના હોટલ સામે સર્વિસ રોડ પર પહોંચી વિકાસ ઉર્ફે ભૈયા યાદવને ફોન કરવાથી દારૂના જથ્થા સહિતની કાર લઈ જનાર હોવાનું કબૂલ્યું હતું.

જેથી પોલીસે વિકાસ ઉર્ફે ભૈયો યાદવ અને એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત ₹3 લાખની કાર અને ₹5 હજારનો મોબાઈલ મળી કુલ ₹5,60,360નો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો