તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત જિલ્લાના 6 તાલુકાના 385 ગામોમાં જન ભાગીદારી સાથે 44.21 ટન કચરાનો નિકાલ

સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત જિલ્લાના 6 તાલુકાના 385 ગામોમાં જન ભાગીદારી સાથે 44.21 ટન કચરાનો નિકાલ

South Republic DeskSaturday, 19 September 2026 2 મિનિટ વાંચન · 3 hr ago 0
અભિયાનના પ્રથમ દિવસે 7,150 લોકોની ભાગીદારી, 4,330 લોકોએ શ્રમદાન કર્યું; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે નવસારી : ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના નિર્દેશાનુસાર નવસારી જિલ્લામાં સ્વચ્છતા માટે સ્વૈચ્છિકતા અને સામૂહિક કાર્યને મજબૂત બનાવવાના હેતુથી સ્વચ્છતા હી સેવા-2026 ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે આ અભિયાન **“સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ…

અભિયાનના પ્રથમ દિવસે 7,150 લોકોની ભાગીદારી, 4,330 લોકોએ શ્રમદાન કર્યું; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે

નવસારી : ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના નિર્દેશાનુસાર નવસારી જિલ્લામાં સ્વચ્છતા માટે સ્વૈચ્છિકતા અને સામૂહિક કાર્યને મજબૂત બનાવવાના હેતુથી સ્વચ્છતા હી સેવા-2026 ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે આ અભિયાન **“સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ ભારત, વિકાસ ભારત”**ની થીમ પર 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સમગ્ર જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાના તમામ ગામોમાં ઘરેલુ સ્વચ્છતા ઝુંબેશ, ઘરોની સફાઈ અને દીવો પ્રગટાવવાના કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાના 385 ગામોમાં સફાઈ અભિયાન હાથ ધરીને કુલ 44.21 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ મહાઅભિયાનમાં 7,150 લોકોની જન ભાગીદારી નોંધાઈ હતી અને 4,330 લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું.

આગામી મહિના દરમિયાન સમગ્ર સમાજ અને સમગ્ર સરકારના અભિગમ સાથે દરરોજ વિષયવાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સત્તાવાર અભિયાન પ્રારંભ, સ્વચ્છતા પ્રતિજ્ઞા અને જન આંદોલન, સ્વચ્છ પાઠશાળા, યુવા જ્ઞાન યાત્રા, સીટીયુ/જીવીપી સ્થળોની સાફ-સફાઈ અને સ્થળ સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત સ્વચ્છ જાહેર સ્થળો, સ્વચ્છ મહોલ્લા, બજારો, કચેરીઓ અને સંસ્થાઓ, જનભાગીદારી-સ્વચ્છ પર્વ, હરિત પર્વ, સેલ્ફી સ્થળો, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ પ્રચાર-પ્રસાર, રમતગમત પ્રારંભ દિવસ, શૂન્ય કચરા ટૂર્નામેન્ટ દિવસ, હરિત સ્વચ્છતા-વૃક્ષારોપણ અને ઓર્ગેનિક ખાતર દિવસ, સ્વચ્છ પ્રવાસન સ્થળો, વિશ્વ પ્રવાસન દિવસ તથા કચરામાંથી કલા અને રિસાયકલ મેળો સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

યુવા નેતૃત્વ હેઠળ માહિતી-શિક્ષણ-સંચાર, વિવિધ સ્પર્ધાઓ, વોકલ ફોર લોકલ દિવસ, યુવા સંકલ્પ દિવસ, “મારો ગરબો, સ્વચ્છ ગરબો”, સ્વચ્છ ગલી, સ્વચ્છ ચોક દિવસ અને સ્વચ્છ ઉત્સવ સ્થળ દિવસ સહિતના કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા તમામ નાગરિકો, સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓને આ સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે જોડાઈ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા અપીલ કરવામાં આવી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ

નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત

બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી

બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…

વધુ વાંચો
નવસારી 3 hr ago

ભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો