તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ઉમરગામમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય રેલી

ઉમરગામમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય રેલી

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંસ્કૃત શિક્ષકો સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યેની રુચિ અને શિક્ષણ અંગે માહિતી મેળવી

નવસારી : ઉમરગામની એમ.એમ. હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય રેલી યોજાઈ હતી.

ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી રેલીનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ વધારવાનો હતો.

રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ઋષિ-મુનિઓની વેશભૂષામાં આવેલા વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ રેલી એમ.એમ. હાઈસ્કૂલથી શરૂ થઈ ઉમરગામ નગરપાલિકા કચેરી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, ઈશ્વરભાઈ બારી સહિત હોદ્દેદારો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંસ્કૃત શિક્ષકો સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યેની રુચિ અને સંસ્કૃત શિક્ષણ અંગે માહિતી મેળવી હતી.

રેલી દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે સંસ્કૃત માત્ર ભૂતકાળની ધરોહર નહીં, પરંતુ નવી પેઢી સુધી પહોંચાડવાની જીવંત ભાષા છે.

ફોટો ગેલેરી

પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થિનીઓનું સન્માન કરતા મહાનુભાવો.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો