તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વાંસદા તાલુકાના ભીનાર ગામને ટીબી મુક્ત પંચાયત એવોર્ડથી સન્માનિત કરાયું

વાંસદા તાલુકાના ભીનાર ગામને ટીબી મુક્ત પંચાયત એવોર્ડથી સન્માનિત કરાયું

South Republic DeskFriday, 02 October 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
ગ્રામજનો, સરપંચ, આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓના સહિયારા પ્રયાસો તથા સતત જનજાગૃતિથી સિદ્ધિ પ્રાપ્ત થઈ વાંસદા : વાંસદા તાલુકાના ભીનાર ગામને ટીબી મુક્ત પંચાયત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ સમગ્ર ગ્રામજનો માટે ગૌરવની બાબત બની છે. ગામના લોકો, આગેવાનો, સરપંચ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓના સહિયારા પ્રયાસો અને સતત જનજાગૃતિના પરિણામે આ સન્માન પ્રાપ્ત થયું…

ગ્રામજનો, સરપંચ, આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓના સહિયારા પ્રયાસો તથા સતત જનજાગૃતિથી સિદ્ધિ પ્રાપ્ત થઈ

વાંસદા : વાંસદા તાલુકાના ભીનાર ગામને ટીબી મુક્ત પંચાયત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ સમગ્ર ગ્રામજનો માટે ગૌરવની બાબત બની છે. ગામના લોકો, આગેવાનો, સરપંચ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓના સહિયારા પ્રયાસો અને સતત જનજાગૃતિના પરિણામે આ સન્માન પ્રાપ્ત થયું છે.

ગામમાં ક્ષયરોગ અંગે જનજાગૃતિ, શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ, સમયસર તપાસ તથા યોગ્ય સારવાર માટે સતત કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર અભિયાનમાં ગ્રામજનોના સક્રિય સહયોગ અને આરોગ્ય ટીમની પ્રતિબદ્ધ કામગીરીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ટીબી મુક્ત પંચાયતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ભીનાર ગામની આ સિદ્ધિ સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ બની છે.

આજનું ઈ-પેપર વાંચો