વલસાડનો ઓવરબ્રિજ બન્યો વિજ્ઞાન ગેલેરી, મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી રાષ્ટ્રગૌરવની અનોખી ઝલક
વલસાડનો ઓવરબ્રિજ બન્યો વિજ્ઞાન ગેલેરી, મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી રાષ્ટ્રગૌરવની અનોખી ઝલક
વલસાડનો ઓવરબ્રિજ બન્યો વિજ્ઞાન ગેલેરી, મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી રાષ્ટ્રગૌરવની અનોખી ઝલક
વલસાડ : વલસાડની ઓળખ સમાન બનેલા નવા બનેલા ઓવરબ્રિજને તત્કાલિક કલેકટર ભવ્ય વર્માએ માત્ર વાહનવ્યવહારની સુવિધા પૂરતો સીમિત ન રાખી, તેને જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રગૌરવ સાથે જોડવાની પ્રેરણા આપી હતી. તેમના આ વિચારને વર્તમાન કલેકટર નીતિન સાંગવાને આગળ ધપાવી તેમના માર્ગદર્શન હેઠળ આર એન્ડ બી (સ્ટેટ)ના આ ઓવરબ્રિજના પિલરો પર દક્ષિણ ગુજરાત વીજ કંપની (બાંધકામ) દ્વારા સીએસઆર ફંડમાંથી ભારતના મહાન વૈજ્ઞાનિકોના ભવ્ય ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સાથે તેની બાજુની દિવાલો પર વિજ્ઞાન, નવીનતા, સંશોધન અને દેશપ્રેમને ઉજાગર કરતા ચિત્રો પણ જોવા મળી રહ્યા છે જેને કારણે દરેક વલસાડવાસીને પોતાનું વલસાડ શહેર સુંદર અને સોહામણુ લાગી રહ્યું છે.
ઓવરબ્રિજના પિલરો પર ભારતીય પરમાણુ પ્રોગ્રામના સ્થાપક ડૉ. હોમી ભાભા, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, નોબેલ પુરસ્કાર મેળવનાર ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ, ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર અને ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝ જેવા ભારતના મહાન વૈજ્ઞાનિકોના ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. આ મહાનુભાવોએ પોતાના જ્ઞાન, સંશોધન અને અવિરત મહેનતથી માત્ર ભારતનું નામ જ રોશન નથી કર્યું, પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાની આગવી ઓળખ ઊભી કરી છે.
આ ભીંતચિત્રો રસ્તા પરથી પસાર થતા લોકો માટે માત્ર સુંદરતાનો અનુભવ કરાવવા માટે નથી, પરંતુ એક મૌન સંદેશ જે દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં ભારતનું નામ ગૌરવવંતુ કર્યું, તેમની ઓળખ અને યોગદાનને આપણે જાણીએ અને નવી પેઢી સુધી પહોંચાડીએ. આપવા માટે પણ છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ ઓવરબ્રિજ એક ખુલ્લી વિજ્ઞાન ગેલેરી સમાન બની છે.
રોજિંદા કાર્યો માટે પસાર થતી વખતે જ્યારે તેમની નજર આ મહાન વૈજ્ઞાનિકોના ચહેરા અને તેમની સાથે જોડાયેલા વૈજ્ઞાનિક વિચારો પર પડે, ત્યારે તેમના મનમાં જિજ્ઞાસા જન્મી શકે છે. આ વ્યક્તિ કોણ હતા? તેમણે ભારત માટે શું કર્યું? અને હું દેશ માટે શું કરી શકું? ઓવરબ્રિજની બાજુની દિવાલો પર દર્શાવવામાં આવેલા વિજ્ઞાન અને નવીનતાના દ્રશ્યો આ વિચારને વધુ મજબૂત બનાવે છે. તેમાં રહેલો દેશપ્રેમનો ભાવ નવી પેઢીને સંશોધન, સર્જનાત્મકતા અને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરી શકે છે.
વિકાસ માત્ર રસ્તા, પુલ અને ઇમારતોના નિર્માણથી થતો નથી, પરંતુ વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેની સાથે સમાજમાં જ્ઞાન અને જાગૃતિનો પણ વિકાસ થાય. વલસાડનો આ ઓવરબ્રિજ એ દિશામાં એક સુંદર અને પ્રશંસનીય પહેલ બની રહ્યો છે.
આજે અહીંથી પસાર થતો દરેક નાગરિક કદાચ થોડી ક્ષણ માટે આ મહાન વૈજ્ઞાનિકોને જોશે, પરંતુ જો એ નજરમાંથી એક બાળકને પ્રેરણા મળે, કોઈ યુવાનમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે કે કોઈ વ્યક્તિને ભારતના વૈજ્ઞાનિક વારસાની જાણકારી મળે તો આ ઓવરબ્રિજનું સૌંદર્ય તેના હેતુને સાચા અર્થમાં સાર્થક કરશે. આ માત્ર ઓવરબ્રિજ નથી, આ ભારતના વૈજ્ઞાનિક ગૌરવ, નવીનતા અને રાષ્ટ્રપ્રેમની જીવંત પાઠશાળા છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…
વધુ વાંચોવલસાડના અબ્રામામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
૩૩૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ અને સરકારી દસ્તાવેજી સેવાઓનો લાભ મેળવ્યો વલસાડ : રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી ઝોન ઓફિસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને ઝડપથી મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને લાભાર્થીઓ મોટી…
વધુ વાંચોવલસાડ કલેકટર કચેરી સહિત જિલ્લામાં પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો
જિલ્લા કક્ષાના બે અને તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનશે વલસાડ : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ બને અને ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર મળી રહે તે હેતુથી રાજ્યવ્યાપી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો…
વધુ વાંચોવલસાડ જિલ્લામાં આંગણ મિલન સેવા કાર્યક્રમની પૂર્ણાહૂતી
આંગણોત્સવમાં ૫૮,૧૪૯ લોકોએ ભાગ લીધો, જિલ્લાની ૧૯૧૬ આંગણવાડીમાં વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ વલસાડ : વલસાડ જિલ્લામાં ગત ૨૫મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર દરમિયાન આંગણ મિલન સેવા એટલે કે આંગણોત્સવ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઘટકમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં…
વધુ વાંચો




