તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વલસાડના અબ્રામામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વલસાડના અબ્રામામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
૩૩૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ અને સરકારી દસ્તાવેજી સેવાઓનો લાભ મેળવ્યો વલસાડ : રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી ઝોન ઓફિસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને ઝડપથી મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને લાભાર્થીઓ મોટી…

૩૩૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ અને સરકારી દસ્તાવેજી સેવાઓનો લાભ મેળવ્યો

વલસાડ : રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી ઝોન ઓફિસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને ઝડપથી મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમ એ નાગરિકોના ઘર આંગણે સરકારી સેવાઓ પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. સામાન્ય લોકોને નાના-મોટા દાખલા કે યોજનાકીય લાભો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ મંચ પરથી ઝડપી નિકાલ થાય તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સેવાસેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન આધારકાર્ડ, જાતિનો દાખલો, રાશનકાર્ડ, જેવી વિવિધ યોજનાઓ તેમજ સરકારી દસ્તાવેજી બનાવવા / સુધારો માટે ૩૩૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ સંબંધિત કામગીરી તેમજ અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ સ્વીકારી સ્થળ પર જ યોગ્ય કામગીરી કરવામાં આવી હતી.

અબ્રામા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ મોટી સંખ્યામાં આવેલા લાભાર્થીઓએ આ આયોજન બદલ રાજ્ય સરકાર, નગરપાલિકા તંત્ર અને લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

નવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…

વધુ વાંચો
વલસાડ 1 hr ago

વલસાડનો ઓવરબ્રિજ બન્યો વિજ્ઞાન ગેલેરી, મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી રાષ્ટ્રગૌરવની અનોખી ઝલક

વલસાડનો ઓવરબ્રિજ બન્યો વિજ્ઞાન ગેલેરી, મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી રાષ્ટ્રગૌરવની અનોખી ઝલક વલસાડ : વલસાડની ઓળખ સમાન બનેલા નવા બનેલા ઓવરબ્રિજને તત્કાલિક કલેકટર ભવ્ય વર્માએ માત્ર વાહનવ્યવહારની સુવિધા પૂરતો સીમિત ન રાખી, તેને જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રગૌરવ સાથે જોડવાની પ્રેરણા આપી હતી. તેમના આ વિચારને વર્તમાન કલેકટર નીતિન સાંગવાને આગળ ધપાવી તેમના માર્ગદર્શન હેઠળ આર એન્ડ…

વધુ વાંચો
વલસાડ 2 days ago

વલસાડ કલેકટર કચેરી સહિત જિલ્લામાં પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો

જિલ્લા કક્ષાના બે અને તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનશે વલસાડ : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ બને અને ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર મળી રહે તે હેતુથી રાજ્યવ્યાપી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો…

વધુ વાંચો
વલસાડ 2 days ago

વલસાડ જિલ્લામાં આંગણ મિલન સેવા કાર્યક્રમની પૂર્ણાહૂતી

આંગણોત્સવમાં ૫૮,૧૪૯ લોકોએ ભાગ લીધો, જિલ્લાની ૧૯૧૬ આંગણવાડીમાં વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ વલસાડ : વલસાડ જિલ્લામાં ગત ૨૫મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર દરમિયાન આંગણ મિલન સેવા એટલે કે આંગણોત્સવ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઘટકમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો