વઘઈમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસની કાર્યવાહી, 18 બોટલ સાથે એક ઝડપાયો
વઘઈમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસની કાર્યવાહી, 18 બોટલ સાથે એક ઝડપાયો
વાયરલ થયેલા દારૂના વેચાણના વીડિયો બાદ તપાસ હાથ ધરાઈ, ₹1,280નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે
ડાંગ : ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત વઘઈ ટાઉન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અંગેનો વીડિયો વાયરલ થતાં વઘઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે વઘઈ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સિંગલ ફળિયું, રેલવે સ્ટેશન પાસેની ગલીમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી તથા દેશી દારૂની કુલ 18 શીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે ₹1,280 હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દારૂના જથ્થા અંગે પાસ-પરમીટ રજૂ ન કરી શકતાં પોલીસે સાગરભાઈ અરૂણભાઈ કુંવર, ઉંમર 23 વર્ષ, રહે. વઘઈ હનુમાન ફળિયું, તા. વઘઈ, જી. ડાંગને ઝડપી પાડી તેની સામે વઘઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
ડાંગ આરોગ્ય વિભાગમાં ‘કમ્પલસરી બ્લડ ડોનેશન’ના મેસેજથી વિવાદ
કર્મચારીઓને ફરજિયાત રક્તદાનની સૂચના સામે ADHOની ‘ફરજિયાત નથી’ સ્પષ્ટતા, વિરોધાભાસથી ઊઠ્યા સવાલો ડાંગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ડાંગ જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર હોવાનું સામે આવ્યું છે. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે રક્તદાન ફરજિયાત હોવાનો મેસેજ સોશિયલ મીડિયા તેમજ આરોગ્ય શાખાના વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો…
વધુ વાંચોસાપુતારામાં વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે બોટિંગ બંધ
પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી સર્પગંગા તળાવમાં તંત્રનો નિર્ણય સાપુતારા : ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે સર્પગંગા તળાવ વિસ્તારમાં દૃશ્યતા ઓછી થઈ જતાં બોટિંગ જોખમી બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવમાં બોટિંગ બંધ રાખવાનો નિર્ણય…
વધુ વાંચોડાંગના બે યુવાનોએ 6,111 મીટર ઊંચું માઉન્ટ યુનામ શિખર સર કરી રચ્યો ઇતિહાસ
હિમાલયની કઠિન પરિસ્થિતિઓ અને ઓક્સિજનની અછત વચ્ચે શિખર સર કરી તિરંગો લહેરાવ્યો ડાંગ : હિમાલયની કઠિન પરિસ્થિતિઓ વચ્ચે ડાંગ જિલ્લાના બે સાહસિક યુવાનોએ 6,111 મીટર (20,049 ફીટ) ઊંચું માઉન્ટ યુનામ શિખર સફળતાપૂર્વક સર કરી જિલ્લાનું નામ ગૌરવવંતુ બનાવ્યું છે. આહવા તાલુકાના કોસંબિયા ગામના ગવળી અનિલભાઈ રાજુભાઈ અને ગવળી શિવરામભાઈ શુકરભાઈએ હિમાલય પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન આ…
વધુ વાંચોડાંગમાં ગણેશોત્સવનો ભક્તિમય પ્રારંભ: આહવા સહિત ગામેગામ ગણપતિ બાપાની ધામધૂમથી સ્થાપના
ઢોલ-નગારાના નાદ અને “ગણપતિ બાપા મોરિયા”ના જયઘોષ વચ્ચે ભક્તિમય માહોલ છવાયો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વિવિધ ગામોમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. ભક્તોએ ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન કરી પૂજન-અર્ચન સાથે ગણેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. વિવિધ વિસ્તારોમાં ગણપતિ પંડાલોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા.…
વધુ વાંચો




