વઘઈના બોરીગાવઠા પેવર બ્લોક કામમાં ‘નિમ્ન કક્ષાના’ મટીરીયલનો ખેલ?
વઘઈના બોરીગાવઠા પેવર બ્લોક કામમાં ‘નિમ્ન કક્ષાના’ મટીરીયલનો ખેલ?
માટી યુક્ત નદીના ભાઠા જેવું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો, કામની ગુણવત્તા અને અધિકારીઓની દેખરેખ સામે સવાલો
ડાંગ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયત હેઠળની બોરીગાવઠા ગ્રુપ ગ્રામ પંચાયતના પટેલ ફળિયામાં ચાલી રહેલા પેવર બ્લોકના કામની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી અને સ્થળ પર જોવા મળતી કામગીરીના આધારે પેવર બ્લોક નીચે માટી યુક્ત તથા હલકી કક્ષાના મટીરીયલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
પેવર બ્લોકનું કામ લાંબા સમય સુધી ટકી રહે તે માટે યોગ્ય ગુણવત્તાનું બેઝ મટીરીયલ અને નિયમ મુજબની કામગીરી જરૂરી છે. પરંતુ અહીં નદીના ભાઠા જેવી માટી મિશ્રિત સામગ્રીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો સાચા ઠરે તો પ્રથમ વરસાદ બાદ જ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે.
આ મામલે વઘઈ તાલુકા પંચાયતના બાંધકામ ઈજનેર આશિષ ભોંયે, રજનિશ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી રતિલાલ પટેલની દેખરેખ અને જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓની દેખરેખ હેઠળ આવી કામગીરી થઈ હોય તો મટીરીયલની ગુણવત્તા, માપણી તથા બિલિંગ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
પેવર બ્લોકના કામમાં વપરાયેલા મટીરીયલના સેમ્પલની લેબોરેટરી તપાસ કરવામાં આવી છે કે નહીં, સ્થળ પર બેઝ મટીરીયલની ગુણવત્તા અને જાડાઈની ચકાસણી થઈ છે કે નહીં અને જો તપાસ થઈ હોય તો તેનો રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવ્યો નથી તેવા સવાલો સ્થાનિક સ્તરે ઉઠાવવામાં આવી રહ્યા છે.
જાહેર નાણાંમાંથી થતા વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી મટીરીયલ, માપણીપોથી, વર્ક ઓર્ડર અને બિલોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો તપાસમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનું સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા દેખરેખ રાખનાર અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલના આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓનો ખુલાસો પણ મહત્વનો બની રહેશે.
સંબંધિત સમાચાર
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોવઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…
વધુ વાંચો




