તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

વિજલપોરમાં આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલના રસ્તા પરની ડ્રેનેજ ઉભરાતા સ્થાનિકો પરેશાન

વિજલપોરમાં આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલના રસ્તા પરની ડ્રેનેજ ઉભરાતા સ્થાનિકો પરેશાન

South Republic DeskMonday, 05 October 2026 1 મિનિટ વાંચન · 3 hr ago 0
રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી, સ્થાનિકોની કાયમી ઉકેલની માંગ નવસારી : વિજલપોરના આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલ સુધીના મુખ્ય રસ્તા પરની ડ્રેનેજ બ્લોક થવાના કારણે ઉભરાઈ હતી. જે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારી સહીત સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. વિજલપોરમાં આશાપુરી માતાના મંદિરથી લઇ સુશ્રુષા હોસ્પિટલ…

રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી, સ્થાનિકોની કાયમી ઉકેલની માંગ

નવસારી : વિજલપોરના આશાપુરી-સુશ્રુષા હોસ્પિટલ સુધીના મુખ્ય રસ્તા પરની ડ્રેનેજ બ્લોક થવાના કારણે ઉભરાઈ હતી. જે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારી સહીત સ્થાનિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો.

વિજલપોરમાં આશાપુરી માતાના મંદિરથી લઇ સુશ્રુષા હોસ્પિટલ સુધીનો રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો હોય છે. આ રસ્તો નવસારી શહેરને જોડતો હોવાથી રોજ હજારો નાના-મોટા વાહનો તેમજ રાહદારીઓ પસાર થાય છે. આ રસ્તા પર ડ્રેનેજની ચેમ્બરો પણ આવી છે. જેથી ઘણી વખત ડ્રેનેજ લાઈન બ્લોક થવાના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગત શનિવારે આશાપુરી-સુશ્રુષા રસ્તા પર આવેલી ડ્રેનેજો બ્લોક થઇ જવાના કારણે ઉભરાઈ હતી. જેના કારણે ડ્રેનેજનું દુષિત પાણી રસ્તા ફરી વળતા વાહનચાલકો તેમજ રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાની એક તરફ પાણી ભરાઈ જતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાના કારણે ચેમ્બરમાંથી ગંદુ પાણી બહાર આવ્યું હતું. ડ્રેનેજ ચેમ્બર ઉભરાવાની સમસ્યાને કારણે થોડા સમય માટે માર્ગ પર ગંદા પાણીનો ભરાવો રહ્યો હતો. જેના પગલે સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.

જોકે ઘટનાની જાણ થતાં મનપા તંત્રના કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી ડ્રેનેજની સમસ્યા દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડ્રેનેજ લાઇન સાફ કરવાની કામગીરી બાદ પાણીનો નિકાલ થતાં રસ્તાની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની હતી. ત્યારે મુખ્ય રસ્તા પર વારંવાર ડ્રેનેજ બ્લોક થવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

નવસારી 29 min ago

નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધ્યું

નવસારીમાં ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા અકસ્માતનું પ્રમાણ વધ્યું નવસારી : નવસારી શહેરમાં પ્રવેશદ્વારને જોડતા ગામોના રસ્તા પર અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. નવસારીના ઇટાળવા-એરૂ-હાંસાપોર રોડ પર નશાની હાલતમાં વાહનો હંકારતા ચાલકોના લીધે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સ્થાનિક પોલીસ મથકોના વડા અને જિલ્લા ટ્રાફિક શાખાને ચેકીંગ કરવા…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારી જિલ્લામાં પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને કેચ ધ રેન સહિતની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી

જલાલપુર તાલુકાના ઓંજલ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને કેચ ધ રેન કામગીરી યોજાઈ નવસારી : સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંચય અંગે જનજાગૃતિ વધારવાના હેતુસર જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે વિવિધ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જલાલપુર તાલુકાના ઓંજલ ખાતે આઈકોનિક પ્લેસ તરીકે ઓળખાતા ઓંજલ બીચ ખાતે નાયબ કલેક્ટર-૧ દ્રષ્ટિ શુક્લાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારીમાં યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ હેઠળ લુન્સીકુઈ પર લારીધારકોને 45 નવી લારીઓ અપાઈ

કુલ 70 વેપારીઓને યોજનાનો લાભ, શહેરના અંદાજે 700 લારીધારકોને તબક્કાવાર એકસરખી સ્ટીલ બોડીની લારીઓ આપવાનું આયોજન નવસારી : નવસારી શહેરના લારીધારકોને વ્યવસ્થિત અને સ્વચ્છ સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ ચોપાટી ખાતે વધુ 45 નવી સ્ટીલ બોડીની લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારીના દુધિયા તળાવ શાકભાજી માર્કેટમાં યુરિનલ લીકેજથી ગંદકી

શાક માર્કેટના વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકો ત્રસ્ત, મહાપાલિકા તંત્ર સામે રોષ નવસારી : નવસારી શહેરના દુધિયા તળાવ ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં પાવર સ્ટેશનની બાજુમાં આવેલ જાહેર યુરિનલમાંથી બારેમાસ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનું લીકેજ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. યુરિનલનું દૂષિત પાણી સીધું શાકભાજીની લારીઓ અને પાથરણાં નજીક ભરાઈ રહેતા વેપારીઓ તેમજ ગ્રાહકોને…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો