તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવા ૧૯૦થી વધુ કચેરીની ટીમ સફાઈ અભિયાન માટે મેદાનમાં ઉતરી

વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવા ૧૯૦થી વધુ કચેરીની ટીમ સફાઈ અભિયાન માટે મેદાનમાં ઉતરી

South Republic DeskMonday, 05 October 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારી અને કર્મચારીઓએ શ્રમદાન કર્યુ; રસ્તા પર કચરો ફેંકશે તો દંડનીય કાર્યવાહી થશે વલસાડ : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ વિશેષ સન્ડે સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. દર માસના પ્રથમ રવિવારે અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય છે. આજે રવિવારે…

કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારી અને કર્મચારીઓએ શ્રમદાન કર્યુ; રસ્તા પર કચરો ફેંકશે તો દંડનીય કાર્યવાહી થશે

વલસાડ : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ વિશેષ સન્ડે સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. દર માસના પ્રથમ રવિવારે અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય છે. આજે રવિવારે જિલ્લાની ૧૯૦ થી વધુ કચેરીઓના તમામ અધિકારીઓ/કર્મચારીઓ જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સવારે ૮ થી ૧૦ બે કલાક હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં રોડ પર ઘણા વખતથી પડી રહેલો સામાન તેમજ જૂના પુરાણા વાહનોનો પણ નિકાલ કરી રસ્તાને ચોખ્ખા ચણાક બનાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ અને સુંદર ભારતના સ્વપ્નાને સાકાર કરવા માટે સમગ્ર ગુજરાતમાં રાજ્ય વ્યાપી સફાઈ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના નેતૃત્વ હેઠળ સરકારના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓની ટીમોને સફાઈ અભિયાન માટે અલગ અલગ લોકેશન આપવામાં આવ્યા હતા. જે મુજબ વિવિધ ખાતા દ્વારા રવિવારે રજાના દિવસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કલેકટર નીતિન સાંગવાન અને તેમની ટીમે લીલાપોર થી છીપવાડ રોડ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને તેમની ટીમે લીલાપોર સર્કલ થી ઔરંગા નદી પુલ સુધી અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે બસ સ્ટેશન થી આરપીએફ ગ્રાઉન્ડ સુધી સફાઇ કરી આ રસ્તાને કલીન કર્યા હતા. આ દરમિયાન જાહેર માર્ગો ઉપર જ્યાં પણ વાહનોનું દબાણ કે જૂના સામાનનું દબાણ હોય તો તેને પણ દૂર કરાયુ હતું.

આ સિવાય પાનના ગલ્લા ઉપર માવો-ગુટખા ખાતા લોકોને પણ કચરો કચરાપેટીમાં જ નાંખવા માટે કડક વોર્નિંગ આપી હતી. નહિતર કડક દંડ ભરવો પડશે તેવી ચીમકી આપી હતી. આ સાથે દુકાનદારો-વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓને પણ પોતાના વિસ્તારમાં ગંદકી ન ફેલાવવા અને કચરાપેટીનો ઉપયોગ કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે માત્ર સરકારી વિભાગો જ નહીં પરંતુ લોકોની ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. લોકો સ્વયં શિસ્તબધ્ધ બની કચરો ગમે ત્યાં નાંખવાને બદલે કચરાપેટીમાં નાંખશે અને પોત પોતાના વિસ્તારની સફાઈ કરી ક્લીન રાખશે તો સ્વચ્છ ભારતનું વડાપ્રધાનનું સપનું ચોક્કસ સાકાર થશે એવો સંદેશ આ સફાઈ અભિયાન દ્વારા લોકો સુધી પહોંચતો કરવામાં આવ્યો હતો.

આ સફાઈ અભિયાનમાં ગંદકી ધરાવતા સ્થળો, શહેરના ગાર્બેજ વનરેબલ પોઇન્ટ, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તાર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. વલસાડ શહેરની સાથે ઉમરગામ, પારડી, ધરમપુર નગરપાલિકા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. વિવિધ ખાતાની ટીમો આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી.

આજનું ઈ-પેપર વાંચો