આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય
આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય
બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગના અભાવે સેફ્ટી પર સવાલ; મનપાના અધિકારીઓએ મરામત અને તકેદારીની સૂચના આપી
નવસારી : આઇકોનિક નવસારી-છાપરા ચાર રસ્તા સુધીના રોડની બંને તરફ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ ચેમ્બર બેસી જતા ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. બેસી ગયેલી ચેમ્બરો પાસે બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગ ન હોવાને કારણે વાહનચાલકોની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારીથી છાપરા ચોકડી સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. રોડની વચ્ચે ડિવાઇડર, છોડવાઓ અને લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. છાપરા ચોકડીથી અમલસાડ, એરૂ-દાંડી, ઇટાળવા-ગણદેવી તથા ગણેશ સિસોદ્રા તરફ જવા માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ છે.
રોડની નીચેથી ડ્રેનેજ લાઇન અને બાજુમાંથી સ્ટ્રોમ વોટર લાઇન પસાર થાય છે. થોડા સમય પહેલા જ નવસારી-છાપરા ચોકડી સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ હોવાનું સામે આવ્યું છે. કેટલીક જગ્યાએ ખાડાઓ પણ પડ્યા છે. પરિણામે વાહનચાલકોને બેસી ગયેલી ચેમ્બરો પરથી પસાર થવું પડે છે.
સ્થાનિક સ્તરે એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે મરામતનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછું બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન અથવા રિફ્લેક્ટિવ માર્કિંગ મૂકવું જરૂરી છે, જેથી વાહનચાલકોને અગાઉથી ચેતવણી મળી શકે. આવી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
150થી વધુ ડ્રેનેજ ચેમ્બરો, અંદાજે 40 બેસી ગયેલી
પટેલ સોસાયટીથી છાપરા ચોકડી સુધીના આઇકોનિક રોડની બંને બાજુ મળીને 150થી વધુ ડ્રેનેજ ચેમ્બરો આવેલી છે. નવસારીથી છાપરા તરફના માર્ગ પર અંદાજે 90 ચેમ્બરો છે, જેમાંથી આશરે 20 ચેમ્બરો બેસી ગયેલી હાલતમાં હોવાનું જણાવાયું છે. છાપરાથી નવસારી તરફના માર્ગ પર અંદાજે 70 ચેમ્બરો છે, જેમાંથી પણ આશરે 20 ચેમ્બરો બેસી ગયેલી દેખાય છે.
ડ્રેનેજ-વોટર વર્ક્સ વિભાગનો જવાબ
નવસારી મનપાના ડ્રેનેજ-વોટર વર્ક્સ વિભાગના ઈજનેર કિંજલભાઈએ જણાવ્યું હતું કે કેટલીક ચેમ્બરો નીચેથી સંપૂર્ણ રીતે બેસી ગઈ છે અને તેને ફરી બનાવી મરામત કરવી પડશે. ટીમને સ્થળ પર મોકલી કામગીરી શરૂ કરાશે અને મરામત દરમિયાન રસ્તો બંધ કરવાની જરૂર પડી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પાલિકાની જવાબદારી હેઠળ આવતી ચેમ્બરોનું કામ વિભાગ દ્વારા કરવામાં આવશે, જ્યારે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા જે ચેમ્બરો રોડ લેવલ સુધી રાઇઝ અપ કરવામાં આવી નથી તે બાબતે કોન્ટ્રાક્ટરને લેખિત જાણ કરવામાં આવશે.
રોડ-બાંધકામ વિભાગનો ખુલાસો
રોડ-બાંધકામ વિભાગના ઈજનેર કિરણભાઈએ જણાવ્યું હતું કે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનનું કામ કરનાર એજન્સી પાસેથી જ ચેમ્બરોની જરૂરી કામગીરી કરાવવામાં આવે છે. અગાઉ પણ કેટલીક ચેમ્બરોના ઢાંકણ ઊંચા કરીને કોન્ક્રીટની કામગીરી કરાવવામાં આવી હતી. કેટલીક ચેમ્બરો સેટલ થઈ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
ડેપ્યુટી કમિશનરે સેફ્ટી પ્રીકોશનની સૂચના આપવાની ખાતરી આપી
નવસારી-છાપરા રોડ પર બેસી ગયેલી ચેમ્બરોનું રીપેરીંગ ન થાય ત્યાં સુધી બેરીકેટિંગ અને સેફ્ટી પ્રીકોશન અંગે પૂછતા ડેપ્યુટી કમિશનર ગૌરાંગભાઈ વસરાણીએ જણાવ્યું હતું કે મુદ્દો ધ્યાન પર લાવવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગને સેફ્ટી પ્રીકોશન લેવા તથા બેરીકેટિંગ કરવા સૂચના આપવામાં આવશે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
વડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ
નવસારી મનપા કચેરી બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ, ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગી નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરીને મોંઘવારી સામે વિરોધ…
વધુ વાંચોગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ
ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર…
વધુ વાંચોનવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ પણ કરાયું નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નવસારીના નમો કમલમ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના…
વધુ વાંચોનવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી
જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી…
વધુ વાંચો




