તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી

નવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી

South Republic DeskFriday, 18 September 2026 2 મિનિટ વાંચન · 1 hr ago 0
જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી…

જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી

નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

નવસારીના લુન્સીકુંઈ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ‘એક દીવો આશીર્વાદનો’ જનકલ્યાણલક્ષી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય અને નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સ્થળ મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન કરવા તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારબાદ જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટની કામગીરીની પ્રગતિ અને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા અને વિસ્તારના સુશોભનને ધ્યાનમાં રાખીને ‘વિકસિત ભારત મિશન 2047’ને અનુરૂપ સર્કલ ડેવલપમેન્ટ કરવા ઇજનેરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિરાવળ તળાવ ખાતે તળાવની આસપાસના દબાણો નિયમોનુસાર અને ટીપીના નિયમો મુજબ દૂર કરવા તેમજ તળાવ ડેવલપમેન્ટની કામગીરી વહેલી તકે શરૂ કરવા જરૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી.

રૂટિન વિઝીટના અંતિમ તબક્કામાં તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. સંયુક્ત બે તળાવોને ભવિષ્યમાં આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે લેન્ડસ્કેપિંગ, જાહેર સુવિધાઓ અને સમગ્ર વિસ્તારના સુઆયોજિત વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કમિશનર જયેશ ઉપાધ્યાયે કન્સલ્ટન્ટ અને ઇજનેરો સાથે પ્રોજેક્ટની ડિઝાઇન અને આયોજનના વિવિધ પાસાઓની સમીક્ષા કરી વિસ્તારની વિશિષ્ટતા જળવાઈ રહે તથા નાગરિકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

નવસારી શહેરના ભવિષ્યલક્ષી અને પ્રવાસન વિકાસને ધ્યાનમાં રાખીને તિઘરા વિસ્તારને સુઆયોજિત રીતે વિકસાવી શહેરને આગવું નજરાણું મળે તેમજ પ્રવાસન સુવિધાઓમાં વધારો થાય તે માટે જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી, ઇજનેરો, કન્સલ્ટન્ટ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કામગીરીમાં ગુણવત્તા, સમયબદ્ધતા અને યોગ્ય આયોજનને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી હતી.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 37 min ago

આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગના અભાવે સેફ્ટી પર સવાલ; મનપાના અધિકારીઓએ મરામત અને તકેદારીની સૂચના આપી નવસારી : આઇકોનિક નવસારી-છાપરા ચાર રસ્તા સુધીના રોડની બંને તરફ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ ચેમ્બર બેસી જતા ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો…

વધુ વાંચો
નવસારી 39 min ago

વડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ

નવસારી મનપા કચેરી બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ, ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગી નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરીને મોંઘવારી સામે વિરોધ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ

ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ પણ કરાયું નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નવસારીના નમો કમલમ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો