વડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ
વડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ
નવસારી મનપા કચેરી બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ, ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગી
નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરીને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના જણાવ્યા મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાંડના વધતા ભાવને મુદ્દો બનાવી જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી મનપા કચેરી બહાર બજારભાવની સરખામણીએ ઓછા ભાવે ખાંડનું વિતરણ કરવામાં આવતા તેને ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને લાંબી કતારો જોવા મળી હતી. કોંગ્રેસ અગ્રણીઓના જણાવ્યા મુજબ કાર્યક્રમ દરમિયાન આશરે 1500 કિલો ખાંડ ₹40 પ્રતિ કિલોના ભાવે વિતરણ કરવામાં આવી હતી.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો પર આર્થિક ભાર વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા 1500 કિલો ખાંડ ઓછા ભાવે આપવામાં આવી છે અને જરૂર પડશે તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ મોંઘવારી પર નિયંત્રણ લાવી પ્રજાને રાહત આપવાની માંગ કરવામાં આવી હતી.
નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે જણાવ્યું હતું કે જીવનજરૂરી ચીજવસ્તુઓ, શિક્ષણ અને દવાઓ સામાન્ય નાગરિકોને પરવડે તેવા ભાવે ઉપલબ્ધ થવી જોઈએ. તેમણે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મોંઘવારીના મુદ્દે પ્રજાને રાહત આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવ્યું હતું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય
બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગના અભાવે સેફ્ટી પર સવાલ; મનપાના અધિકારીઓએ મરામત અને તકેદારીની સૂચના આપી નવસારી : આઇકોનિક નવસારી-છાપરા ચાર રસ્તા સુધીના રોડની બંને તરફ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ ચેમ્બર બેસી જતા ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો…
વધુ વાંચોગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ
ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર…
વધુ વાંચોનવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ પણ કરાયું નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નવસારીના નમો કમલમ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના…
વધુ વાંચોનવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી
જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી…
વધુ વાંચો




