તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ

ગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ

South Republic DeskFriday, 18 September 2026 2 મિનિટ વાંચન · 59 min ago 0
ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર…

ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ

નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાટ ગામ દરિયાકાંઠાનું ગામ છે અને ગામના મોટાભાગના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામની ભૌગોલિક સ્થિતિ અને દરિયાઈ ખાડી સાથેના સીધા સંબંધને કારણે વરસાદી પાણી તથા કુદરતી રેલના પાણીના અવરોધરહિત નિકાલ માટે કુદરતી પાણીના માર્ગો અને ખાડીનું અસ્તિત્વ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે.

ભાટ ગામના વાડા ફળિયાની પૂર્વ દિશામાં ફિશરીઝ રોડની બાજુમાં વાસુભાઈ બાબુભાઈ ટંડેલ તથા અન્ય વ્યક્તિઓ દ્વારા વ્યક્તિગત ઝીંગા ઉછેરના તળાવો બનાવવામાં આવ્યા હોવાનો આવેદનમાં આક્ષેપ કરાયો છે. આશરે વર્ષ 1993 દરમિયાન જીએફસીસીએ નામની સહકારી સંસ્થાને સરકાર દ્વારા ખાર-ખાંજણવાળી જમીનમાં ઝીંગા ઉછેર માટે આશરે 46 હેક્ટર જમીનનો કબજો અથવા ફાળવણી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

આ જમીન લાંબા સમય સુધી બિનઉપયોગી રહેતાં તેના કેટલાક ભાગ પર અન્ય વ્યક્તિઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત સરકારી માપણી કર્યા વિના અને કુદરતી પાણીના પ્રવાહને ધ્યાનમાં લીધા વિના ઝીંગા ઉછેરના તળાવો તથા પાળા બનાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

આવેદનમાં જણાવાયું છે કે આવા પાળા અને બાંધકામોના કારણે વરસાદી તથા કુદરતી રેલના પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો, જેના કારણે ભાટ ગામના વિવિધ ફળિયાઓના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. પરિણામે કેટલાક પરિવારોની ઘરવખરી, અનાજ, ઘરવપરાશની વસ્તુઓ અને અન્ય સામાનને નુકસાન થતાં ગ્રામજનોને આર્થિક નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગામજનોની રજૂઆત અને વિરોધ બાદ કેટલાક પાળા તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. શ્રી માછી સમાજ સુધારક પંચે કુદરતી પાણીના પ્રવાહને અવરોધતા તમામ પાળા, બાંધકામો તથા અતિક્રમણોની તાત્કાલિક અને નિષ્પક્ષ સ્થળ તપાસ કરવાની માંગ કરી છે.

સાથે જ સરકારી જમીન, જાહેર માર્ગ, ખાડી, કુદરતી પાણીના પ્રવાહ અથવા અન્ય જાહેર ઉપયોગની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણ થયેલું જણાય તો નિયમોનુસાર તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 36 min ago

આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગના અભાવે સેફ્ટી પર સવાલ; મનપાના અધિકારીઓએ મરામત અને તકેદારીની સૂચના આપી નવસારી : આઇકોનિક નવસારી-છાપરા ચાર રસ્તા સુધીના રોડની બંને તરફ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ ચેમ્બર બેસી જતા ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો…

વધુ વાંચો
નવસારી 38 min ago

વડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ

નવસારી મનપા કચેરી બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ, ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગી નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરીને મોંઘવારી સામે વિરોધ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ પણ કરાયું નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નવસારીના નમો કમલમ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી

જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો