નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
નમો કમલમ ખાતે યોજાયેલી શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ પણ કરાયું
નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નવસારીના નમો કમલમ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રક્તદાન શિબિરમાં ભાજપના કાર્યકર્તાઓ, યુવાનો તથા સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન કુલ 190 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારી મહાનગરના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રક્તદાન શિબિર ઉપરાંત નમો કમલમ ખાતે કેક કટિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ કેક કાપીને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવાના ભાગરૂપે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિવિધ કાર્યક્રમો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો તથા રક્તદાન પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાના કાર્યમાં યોગદાન આપ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ રક્તદાતાઓ અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી વધુ લોકોને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી હતી.
સંબંધિત સમાચાર
આઇકોનિક નવસારી-છાપરા રોડ પર અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી ગઈ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય
બેરીકેટિંગ, વોર્નિંગ સાઇન કે રિફ્લેક્ટિવ માર્કિંગના અભાવે સેફ્ટી પર સવાલ; મનપાના અધિકારીઓએ મરામત અને તકેદારીની સૂચના આપી નવસારી : આઇકોનિક નવસારી-છાપરા ચાર રસ્તા સુધીના રોડની બંને તરફ રસ્તાની વચ્ચોવચ આવેલી અનેક ડ્રેનેજ ચેમ્બરો બેસી જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ ચેમ્બર બેસી જતા ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો…
વધુ વાંચોવડાપ્રધાનના જન્મદિવસે નવસારીમાં કોંગ્રેસનો ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ, મોંઘવારીનો વિરોધ
નવસારી મનપા કચેરી બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ, ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગી નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર ₹40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરીને મોંઘવારી સામે વિરોધ…
વધુ વાંચોગણદેવીના ભાટ ગામે સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માંગ
ઝીંગા ઉછેરના તળાવો અને અન્ય બાંધકામોથી વરસાદી તથા કુદરતી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ નવસારી : ગણદેવી તાલુકાના ભાટ ગામે ઝીંગા ઉછેરના તળાવો તથા અન્ય બાંધકામોના કારણે વરસાદી પાણી અને કુદરતી રેલના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપ સાથે શ્રી માછી સમાજ સુધારક પંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીનની માપણી અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર…
વધુ વાંચોનવસારી મનપા કમિશનરે વિકાસકાર્યો અને ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમની તૈયારીઓની સ્થળ મુલાકાત લીધી
જૂનાથાણા સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ અને નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી નવસારી : નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાથાણા વિસ્તારમાં સર્કલ ડેવલપમેન્ટ, વિરાવળ તળાવ ખાતે દબાણો દૂર કરવા તથા તિઘરા વિસ્તારમાં નમો મિત્ર પાર્ક અંતર્ગત કાંકરિયા લેક ડેવલપમેન્ટની કામગીરી…
વધુ વાંચો




