આઇકોનિક નવસારી-ગણદેવી રોડ પર મોટી ઇમારતના પાયા ખાડીમાં હોવાના આક્ષેપ
આઇકોનિક નવસારી-ગણદેવી રોડ પર મોટી ઇમારતના પાયા ખાડીમાં હોવાના આક્ષેપ
ખાડીની જગ્યામાં પાયા ઊભા કરી બાંધકામ થતાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાનો સ્થાનિકોમાં રોષ
નવસારી : આઇકોનિક નવસારી-ગણદેવી રોડની બાજુમાંથી પસાર થતી ખાડીની જગ્યામાં પાયા ઊભા કરી ખાનગી ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ બાંધકામના કારણે ખાડીમાં પાણીનું વહેણ અવરોધાઈ રહ્યું છે.
નવસારીના લુન્સીકુઈથી જમાલપોર થઈ ઇટાળવા અને ત્યાંથી ગણદેવી તરફ જતો માર્ગ શહેરનો મહત્વપૂર્ણ રોડ છે. વિદ્યાકુંજ સ્કૂલ પાસેથી રોડને અડીને ખાડી પસાર થાય છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાની શોભા વધારવા માટે ગટર ઉપર સિમેન્ટનું બોક્સ બનાવી નવસારી-ગણદેવી રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
આ રોડ પર વિદ્યાકુંજ સ્કૂલ પાસેથી પસાર થતી ખાડી અગાઉ ખુલ્લી હતી અને અવર-જવર માટે ત્યાં પુલ પણ બનાવવામાં આવ્યો હતો. ખાડીની નજીક 8 માળની એક મોટી ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે. સ્થળ પર જોવા મળતા દૃશ્યોને આધારે ઇમારતના કેટલાક પાયા ખાડીની જગ્યામાં આવેલા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ પાયા ઉપર મોટી ઇમારત ઊભી કરવામાં આવી છે અને પાર્કિંગનો એક ભાગ પણ ખાડીની જગ્યા ઉપર આવેલો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડીની આસપાસ બાંધકામ માટે જરૂરી અંતર જાળવવું અને સંબંધિત વહીવટી વિભાગની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં અહીં ખાડીની જગ્યામાં પાયા ઊભા કરી બાંધકામ કરવામાં આવ્યું છે. જેના કારણે ઇમારતનો એક તરફનો ભાગ ખાડી ઉપર ઊભો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
આ બાંધકામના કારણે વિદ્યાકુંજ સ્કૂલ નજીક વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની રહી હોવાની ચર્ચા છે. બીજી તરફ ગટર ઉપર બનાવવામાં આવેલા સિમેન્ટના બોક્સના કારણે પણ પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાના આક્ષેપો થયા છે.
આ પરિસ્થિતિને પગલે સ્થાનિકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને ખાડીની જગ્યામાં થયેલા સંભવિત બાંધકામ અંગે તપાસ કરવા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી
હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…
વધુ વાંચોનવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી
લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…
વધુ વાંચોમ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…
વધુ વાંચોનવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા
હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…
વધુ વાંચો




