નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી
નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી
હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના
નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મેયર અને મ્યુનિસિપલ કમિશનરે હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધી સમગ્ર રૂટ પર ચાલીને રૂટની વાસ્તવિક સ્થિતિ, માર્ગની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગ પરના બિનજરૂરી અવરોધો તેમજ અન્ય જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર રૂટને સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રાખવા માટે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રૂટની સ્વચ્છતા, રોડ સાઇડની વ્યવસ્થા, ડિવાઇડર તથા આસપાસના વિસ્તારોની સફાઈ, બિનજરૂરી સામગ્રી અને અવરોધો દૂર કરવા તેમજ જાહેર સ્થળોની યોગ્ય જાળવણી અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હેલિપેડ તથા કમલમ મુખ્ય કાર્યાલય ખાતેની વ્યવસ્થાઓ, વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગ પર ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે અંગે પણ સ્થળ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાગરિકો, મહાનુભાવો તથા મુલાકાતીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી. વડાપ્રધાનના કાર્યક્રમને અનુરૂપ તમામ વ્યવસ્થાઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.
બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરી સમગ્ર રૂટને સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ફિલ્ડ વિઝિટ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી જરૂરી કામગીરી અને સંકલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સંબંધિત સમાચાર
નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી
લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…
વધુ વાંચોમ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…
વધુ વાંચોનવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા
હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…
વધુ વાંચોનવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર
મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે. નવસારીના…
વધુ વાંચો




