તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા

નવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…

હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના

નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી.

આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો સહિતની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિલ્ડ વિઝિટ દરમિયાન કમલમ મુખ્ય કાર્યાલય તરફના માર્ગ સહિત કાર્યક્રમના સમગ્ર રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તથા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટેના આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ પરની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય અને સમગ્ર રૂટ સુવ્યવસ્થિત રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સંકલન જાળવવા તેમજ બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

ત્યારબાદ કમિશનરે ગ્રીડ ખાતે ચાલી રહેલી અંડરબ્રિજ ડેવલપમેન્ટ કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને બારડોલીથી નવસારી શહેર તરફ જોડાતા માર્ગને શક્ય તેટલી વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી ટ્રાફિકની સમસ્યાઓ હળવી થાય તે દિશામાં ઇજનેર વિભાગને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આગામી આયોજનની તૈયારીઓના ભાગરૂપે ગ્રીડ સર્કલ પોઇન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિઝિટ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરો, સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી કામગીરી અંગે જરૂરી સંકલન કર્યું હતું.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી

હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…

વધુ વાંચો
નવસારી 2 hr ago

મ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ

ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર

મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે. નવસારીના…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો