તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…

લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા

નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાલાલ શાહ, મનપા સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિના ચેરમેન પ્રોફેસર જશુભાઈ એમ. નાયક, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના ચેરમેન ડૉ. ધર્મેશ કાપડિયા તથા મનપા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન પરેશ ભારતીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે લક્ષ્મણ હોલ ખાતે દાદાભાઈ નવરોજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ નવસારીની વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, એન.એસ.એસ., જે.આર.સી. તથા રેડક્રોસના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

મહાનુભાવોએ દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રપ્રેમ, સ્વરાજના વિચાર અને ભારતની આઝાદીની ચળવળમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. યુવા પેઢીને તેમના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રભક્તિપૂર્ણ વિચારો અને સંદેશને ઉજાગર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.

અંતે ઉપસ્થિત સૌએ દાદાભાઈ નવરોજીને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.

સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી

હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો
નવસારી 2 hr ago

મ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ

ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા

હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર

મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે. નવસારીના…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો