ભક્તાશ્રમ શાળાનું શિક્ષકદિને સન્માન કરાયું
ભક્તાશ્રમ શાળાનું શિક્ષકદિને સન્માન કરાયું
100 ટકા પરિણામ બદલ શાળાને સન્માન; સંસ્કૃત વિષયમાં 100 ટકા પરિણામ મેળવનાર શિક્ષિકા મમતાબેન પટેલનું પણ અભિવાદન
નવસારી : 5મી સપ્ટેમ્બરે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શાળા આશ્રમશાળા ભક્તાશ્રમને 100 ટકા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી તથા ડાયેટ પ્રાચાર્ય યોગેશભાઈની ઉપસ્થિતિ રહી હતી.
શાળાના માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયમાં 100 ટકા પરિણામ મેળવનાર મમતાબેન પી. પટેલનું પ્રમાણપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નિરવભાઈ ભક્ત, મિતેશભાઈ ભક્ત તથા કેમ્પસ ડિરેક્ટર ડો. ધર્મેશભાઈ કાપડિયાએ ઉત્કૃષ્ટ પરિણામ બદલ આચાર્યો પરિમલભાઈ, મયુરીબેન, જાગૃતીબેન, અંકિતભાઈ, પ્રશાંતભાઈ, નમ્રતાબેન, દિવ્યાંગીબેન તેમજ તમામ નોન-ટીચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
શાળામાં વિદ્યાર્થીઓએ પણ સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિષય શિક્ષકો, આચાર્ય, વહીવટી સ્ટાફ તેમજ સેવક ભાઈ-બહેનની ભૂમિકા ભજવી સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો હતો.
સંબંધિત સમાચાર
પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચોનવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…
વધુ વાંચોગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત
સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…
વધુ વાંચો




