તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ

નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામનું બિલ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના નાયબ કાર્યપાલક ઈજનેર બ્રિજેશભાઈ રમેશભાઈ ગોંડલીયા અને કરાર આધારિત મદદનીશ ઈજનેર નયનભાઈ રાજાભાઈ બલદાણિયાને રજૂ કરવામાં આવ્યું હતું.

આક્ષેપ મુજબ, બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી માટે જાગૃત નાગરિક પાસેથી ₹50 હજારની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં રકઝક થતાં રકમ ₹40 હજાર નક્કી થઈ હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબી પોલીસે ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. સુરત નર્મદનગર સોસાયટી સામે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની કાર્યપાલક ઈજનેરની કચેરી નજીક નાયબ કાર્યપાલક ઈજનેર બ્રિજેશભાઈ ગોંડલીયા અને મદદનીશ ઈજનેર નયનભાઈ બલદાણિયા ફરિયાદીને મળ્યા હતા.

એસીબીના જણાવ્યા મુજબ, નયનભાઈએ ₹40 હજારની લાંચની રકમ માગી હતી. ફરિયાદીએ રકમ આપતાં જ એસીબીની ટીમે કાર્યવાહી કરીને નયનભાઈને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ત્યારબાદ કેસની વધુ તપાસ દરમિયાન નાયબ કાર્યપાલક ઈજનેર બ્રિજેશભાઈ ગોંડલીયાને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. બંને સામે એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારીમાં 6 ગણેશ મંડળોના સંચાલકો અને 5 મૂર્તિકારો વિરુદ્ધ ગુનો દાખલ

12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા અને બનાવવાના મામલે જાહેરનામા ભંગની કાર્યવાહી નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ શહેરમાં 12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે નવસારી ટાઉન પોલીસે 12…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો